Charotar Sandesh
સ્પોર્ટ્સ

IPL સ્પોન્સરશિપ રેસમાં બાબા રામદેવની પંતજલિ બાદ તાતા ગ્રુપ મેદાનમાં…

ન્યુ દિલ્હી : ઇન્ડિયન પ્રીમિયર લીગના સ્પોન્સરશિપ રેસમાં બાબા રામદેવની કંપની પંતજલિ બાદ હવે મલ્ટિનેશનલ દિગ્ગજ ટાટા ગ્રુપ પણ સામેલ થયું છે. ટાટા ગ્રુપ દ્વારા આ વર્ષે થનારી આઈપીએલ ટુર્નામેન્ટના ટાઇટલ સ્પોન્સરશિપ માટે ઇચ્છા વ્યક્ત કરવામાં આવી છે અને બીસીસીઆઈને ‘એક્સપ્રેશન ઓફ ઇન્ટરેસ્ટ’ પણ મોકલવામાં આવ્યું છે.
આપને જણાવી દઈએ કે કોરોના માહામારીના કારણે આ વર્ષે એશિયા કપ અને ટી૨૦ વર્લ્ડકપ રદ કરવામાં આવ્યા છે. જેના પછી આઈપીએલ માટે માર્ગ સાફ થયો હતો અને હવે આ વર્ષે આઈપીએલ યુએઈમાં ૧૯ સપ્ટેમ્બરથી ૧૦ નવેમ્બર સુધી રમાશે. ચીન સાથે ચાલી રહેલી તંગદિલીના કારણે ચીનની મોબાઇલ ફોન કંપની વીવોની સ્પોન્સરશિપ આઈપીએલ માટે રદ કરવામાં આવી છે. જેના કારણે હવે દેશની દિગ્ગજ કંપનીઓ આ સ્પોન્સરશિપ લેવામાં રસ દાખવી રહી છે. આ રેસમાં પંતજલિ, ટાટા જૂથ અને એજ્યુકેશન ટેક્નોલોજી કંપની અનએકેડમી અને ફેન્ટસી સ્પોટ્‌ર્સ પ્લેટફોર્મ ડ્રીમ-૧૧ પણ શામેલ થઈ છે.
જો કે, આ અંગે બીસીસીઆઈને ઇઓઆઈ સોંપવાની અંતિમ તારીખ ૧૪ ઓગસ્ટ ૨૦૨૦ હતી. હરાજીમાં બોલી જીતનારને ૪ મહિના અને ૧૩ દિવસ સુધી આઈપીએલ ટાઇટલ સ્પોસરશિપ રાઇટ્‌સ મળશે. મીડિયા રિપોર્ટ મુજબ બોલીની તારીખ ૧૮ ઓગસ્ટ છે. બીસીસીઆઈને અપેક્ષા છે કે ઓછો સમય હોવા છતાં પણ આ વખતે બોલી વીવોના ૪૪૦ કરોડ રૂપિયાના વાર્ષિક કોન્ટ્રાક્ટથી ઓછી નહીં હોય.

Related posts

તમને લાગે કે ફાઈનલમાં ન્યૂઝીલેન્ડનું પલડું ભારે છે તો ફ્લાઈટમાં ન બેસતાં : કોહલી

Charotar Sandesh

વોર્નર અને રસેલ સામે બાલિંગ કરવી વર્લ્ડકપમાં અઘરી રહેશેઃ ભુવનેશ્વર

Charotar Sandesh

સિડની પહોંચી ટીમ ઇન્ડિયા, વિરાટ કોહલી રોકાશે સ્પેશ્યલ પેન્ટહાઉસ સૂઇટમાં…

Charotar Sandesh