Charotar Sandesh
ઉત્તર ગુજરાત ગુજરાત

જામ્યો ચુંટણી માહોલ : PM મોદી, રાહુલ ગાંધી સહિત ત્રણેય પક્ષના દિગ્ગજો ગુજરાતમાં આ સપ્તાહે આવશે, જુઓ કાર્યક્રમો

ગુજરાત રાજ્યની મુલાકાતે

આગામી સપ્તાહોમાં ગુજરાતમાં કેન્દ્રીય નેતાઓના ધામા જોવા મળશે, રાજકીયપક્ષોએ ચુંટણી જીતવા તૈયારીઓ શરૂ કરી

અમદાવાદ : ગુજરાતમાં હવે આગામી વિધાનસભાને લઈ ચુંટણી માહોલ જામ્યો હોય તેમ લાગી રહ્યું છે, ત્યારે ફરી એકવાર ચૂંટણીલક્ષી તૈયારીઓ માટે ત્રણેય પક્ષના કેન્દ્રના દિગ્ગજ નેતાઓ પીએમ મોદી, સીએમ અરવિંદ કેજરીવાલ, નેતા રાહુલ ગાંધી, કે.સી વેણુગોપાલ તેમજ સીએમ અશોક ગેહલોત સહિતના નેતાઓ Gujarat રાજ્યની મુલાકાતે આવી રહ્યા છે.

જેમાં તારીખ ૨૨ અને ૨૩ ઓગસ્ટના રોજ Aravind Kejriwal ગુજરાત પ્રવાસે આવશે. દિલ્હીના ડે.સીએમ અને શિક્ષણમંત્રી એવા મનીષ સિસોદિયા પણ તેમની સાથે હાજર રહેશે. અમદાવાદમાં સીએમ અરવિંદ કેજરીવાલ તથા મનીષ સિસોદિયા એક પ્રેસ-કોન્ફરન્સમાં પણ ભાગ લેશે.

ગુજરાત રાજ્યની મુલાકાતે

બીજી બાજુ કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી પણ આગામી સપ્તાહે ગુજરાત પ્રવાશે છે, જેમાં રાહુલ ગાંધી તેમજ મહાસચિવ કે.સી વેણુગોપાલ ગુજરાતમાં એક મહત્વની બેઠક યોજશે

બીજી બાજુ પીએમ નરેન્દ્ર મોદી પણ ગુજરાત આવશે. પીએમ મોદી આગામી તારીખ ૨૭ અને ૨૮ ઓગસ્ટના રોજ ગુજરાત પ્રવાસે આવશે. પીએમ મોદી ૨૭ ઓગસ્ટના રોજ અમદાવાદની મુલાકાતે લેશે.

Other News : આગામી ગુજરાત વિધાનસભા ચુંટણીને લઈ કેબિનેટ મંત્રીઓની કામગીરી પર પીએમ મોદીની સીધી નજર

Related posts

ગુજરાતનું નીટનું રિઝલ્ટ ૫૬.૧૮ ટકા જાહેર, રાજકોટના વિદ્યાર્થીએ ૧૦મી રેન્ક મેળવી…

Charotar Sandesh

ગુજરાતમાં કોરોના વિસ્ફોટ : વધુ ૨૬ પોઝિટિવ કેસ સાથે આંકડો ૫૪૦ને પાર…

Charotar Sandesh

ગુજરાતનું વુહાન બનવા જઈ રહ્યું છે અમદાવાદ…

Charotar Sandesh