અમદાવાદ : ભાજપ દ્વારા ગુજરાતમાં આમ આદમી પાર્ટી અને કોંગ્રેસના નેતાઓને પોતાના તરફ ખેંચવા પ્રયત્નો કરાઈ રહ્યા છે, ત્યારે ચાર વિધાનસભા અને લોકસભાની ચૂંટણીમાં કોંગ્રેસે વાયદો આપ્યા બાદ ટિકિટ ન આપતાં જયરાજસિંહ પરમારે કોંગ્રેસમાંથી રાજીનામું આપી દીધું હતું. હવે તેઓ ૨૨ ફેબ્રુઆરીએ ભાજપમાં જોડાશે. આ અંગે તેમણે ટ્વીટર પર જાહેરાત કરી છે.
ટ્વીટ કરી જણાવ્યું કે, મારા કુળદેવી શ્રી હરસિધ્ધ ભવાની માતાજી અને ગામદેવી શ્રી અજાય માતાના તથા મારા ગુરુના આશીર્વાદ સાથે હું તારીખ ૨૨-૦૨-૨૦૨૨ ને મંગળવાર ના રોજ સવારે ૧૧ .૦૦ કલાકે શ્રી કમલમ્ ખાતે ભારતીય જનતા પાર્ટીમાં જોડાઈ રહ્યો છું.. જય હિંદ..
ઉલ્લેખનીય છે કે, તાજેતરમાં જ તેમણે કોંગ્રેસમાંથી રાજીનામુ આપ્યું હતું અને ત્યારથી તેઓ ભાજપમાં જોડાશે તેવી ચર્ચાઓ જેરમાં આવી હતી. તેમણે રાજીનામુ આપતી વખતે કાર્યકરોને સંબોધીને ૨ પાનાનો પત્ર પણ લખ્યો હતો જેમાં પોતે પાર્ટી છોડી છે, રાજકારણ નહીં તેમ જણાવ્યું હતું.
Other News : અમદાવાદ સિરિયલ બ્લાસ્ટ ઘટના અને કેસ અંગે જાણો : ૭૦ મિનીટમાં રર ધમાકા, મોતનું તાંડવ સર્જાયું હતું