બેઠકમાં કલેકટરશ્રીએ કરમસદ-જોળ માર્ગના વિવાદ અંગે જાણકારી મેળવી હતી
Anand : કરમસદ-જોળ રસ્તાના વિવાદના નિરાકરણ અર્થે તાજેતરમાં જિલ્લા કલેકટર શ્રી પ્રવીણ ચૌધરીએ કરમસદ નગરપાલિકાના વહીવટદાર અને જિલ્લા પંચાયત માર્ગ મકાન વિભાગના કાર્યપાલક ઇજનેર સાથે બેઠક યોજી રસ્તાના સમારકામ બાબતે જરૂરી ચર્ચા – વિચારણા કરી માર્ગદર્શન આપ્યું હતુ.
આ બેઠકમાં કલેકટરશ્રીએ કરમસદ-જોળ માર્ગના વિવાદ અંગે જાણકારી મેળવી હતી, જે અનુસાર આ રસ્તો માર્ગ અને મકાન વિભાગ, પંચાયત દ્વારા કરમસદ નગરપાલિકાને સુપ્રત કરવામાં આવ્યો હતો, પરંતુ કરમસદ નગરપાલિકાએ રસ્તાનો કબજો લિધેલ ના હોવાથી રસ્તાના સમારકામ અંગે અસમંજસ ઉભી થઈ હતી. કલેકટરશ્રીએ તમામ રજુઆતો સાંભળ્યા બાદ રસ્તાના વિવાદના નિરાકરણ અર્થે તેમજ લોકોને અવરજવર માટે તકલીફ ના પડે તે માટે માર્ગ-મકાન વિભાગના કાર્યપાલક ઇજનેરશ્રીને આગામી ૧૦ દિવસમાં રસ્તાનું સમારકામ કરવા સૂચના આપી હતી. આ રસ્તાના સમારકામ બાદ રસ્તાની જાળવણીની જવાબદારી કરમસદ નગરપાલિકાને કરવા તેમણે જરૂરી સૂચના આપી હતી.
Other News : કટોકટીના સંજોગોમાં કરવાની થતી કામગીરી સંદર્ભે ખંભાત ખાતે ઓફ સાઈટ મોકડ્રીલ યોજાઈ