આ ટુર્નામેન્ટમાં સાંસદ મિતેશભાઈ પટેલએ હાજરી આપી ખેલાડીઓને પ્રોત્સાહિત કર્યા
કચ્છ વાગડ સાત ચોવીસી પ્રીમિયર લીગ-૭ નું આયોજન KVSC-Cricket કમિટીના ૧૯ થી ૨૩ વર્ષના યુવાનો દ્વારા એલિકોન ક્રિકેટ સ્ટેડિયમમાં કરવામાં આવ્યું હતું.
જેમાં મુખ્ય કપ સ્પોનસર કચ્છ વાગડ જૈન સમાજ – આણંદ હતું. બપોરે આણંદ જિલ્લાના સાંસદ મિતેષભાઈ પટેલ (બકાભાઇ) એ હાજરી આપી હતી અને સમાજની એકતા વિશે સંબોધન પણ આપ્યું હતું. Final મેચ ખંડોર ફાઈટરસ અને નડિયાદ Ninjas વચ્ચે રમાઇ હતી. જેનું પરિણામ ટાઇ પડતા બોલ આઉટ દ્વારા નિર્ણાયક સ્થિતિ વર્તાઈ. જે પણ ટાઇ થતાં બંને ટીમ ને ડ્રો વિજેતા જાહેર કરવામાં આવ્યા હતા.
વર્ણન :- વિનય ગઢેચા, ચૈત્ય ગઢેચા, જૈનમ ગઢેચા, ભવ્ય ગાંધી, ધ્રુવિલ ઝોટા, જીલ લોદરિયા, કૃતિન ગઢેચા.
Other News : આણંદના નવા બસ સ્ટેન્ડને આધુનિક સુવિધાયુક્ત બનાવાશે : ધારાસભ્ય યોગેશ પટેલના પ્રયત્નોથી સરકારનો નિર્ણય