Charotar Sandesh
ઈન્ડિયા

લખીમપુર હિંસા : યોગી સરકાર બેકફૂટ પર, વિપક્ષ લાલઘૂમ

લખીમપુર હિંસા કેસ

લખીમપુર હિંસામાં પત્રકારના મોત સાથે મૃત્યુઆંક ૯ પર પહોંચ્યો

કેન્દ્રીય ગૃહ રાજ્યમંત્રી અજય મિશ્રાના પુત્ર સહિત ૧૪ લોકો સામે હત્યા, ગુનાહિત કાવતરું અને હિંસાનો ગુનો દાખલ કરાયો

ખેડૂતો-અધિકારીઓ વચ્ચે વાતચીત બાદ સમજૂતી થઈઃ મૃતકના પરિવારને ૪૫ લાખ, પરિવારના એક સભ્યને સરકારી નોકરીનું વચન, આઠ દિવસમાં આરોપીની કરાશે ધરપકડ

ધરણાં પર બેઠેલા સપા નેતા અખિલેસ યાદવની અટકાયત, લખનઊમાં પોલીસની ગાડી આગ ચાંપતા પરિસ્થિતિ તંગ બની

લખીમપુરમાં ભારે તણાવની સ્થિતિ,જિલ્લાની તમામ સરહદો સીલ સાથે ૧૪૪ લાગુ

લખીમપુર હિંસા મામલે વિપક્ષના તમામ નેતાઓએ યોગી સરકારને જવાબદાર ઠેરવી, કડક કાર્યવાહીની માંગ કરી

લખનઊ : લખીમપુર હિંસા કેસમાં કેન્દ્રીય ગૃહ રાજ્યમંત્રી અજય મિશ્રાના પુત્ર આશિષ મિશ્રા સહિત ૧૪ લોકો સામે હત્યા, ગુનાહિત કાવતરું અને હિંસા માટેનો ગુનો નોંધવામાં આવ્યો છે. રવિવારે થયેલી હિંસક અથડામણ દરમિયાન ૯ લોકોના મૃત્યુ થતા ઉત્તર પ્રદેશમાં ભારે હંગામો મચ્યો છે. આ સાથે જ સોમવારે સવારે એક પત્રકારનો મૃતદેહ પણ મળી આવ્યો હતો. આ સાથે અત્યાર સુધીમાં મૃત્યુઆંક ૯ પર પહોંચી ગયો છે. કેન્દ્રીય ગૃહ રાજ્યમંત્રી અજય મિશ્રા ટેનીના પુત્ર આશીષ મિશ્રા વિરૂદ્ધ એફઆઇઆર દાખલ કરવામાં આવી છે.

આશીષ મિશ્રા પર પ્રદર્શન કરી રહેલા ખેડૂતો પર ગાડી ચડાવવાનો આરોપ છે. જો કે સાંસદ પિતા અજય મિશ્રાએ સફાઇ આપતા પુત્રનો બચાવ કર્યો છે. અજય મિશ્રા કહે છે કે ઘટના સમયે મારો પુત્ર ત્યાં હાજર નહોતો. યુપીના લખીમપુર ખેરી ખાતે બનેલી ઘટનાની સંવેદનશીલતાને ધ્યાનમાં રાખીને પ્રશાસને ૬ ઓક્ટોબર સુધી આરએએફ અને એસએસબીની ૨-૨ કંપનીઓ તૈનાત કરી છે. વહેલી સવારથી ખેડૂતો અને પ્રશાસન વચ્ચે વાર્તાલાપ ચાલી રહ્યો હતો અને આખરે બંને પક્ષ વચ્ચે સુલેહ થઈ ગઈ છે.

સરકાર તમામ મૃતક ખેડૂતોના પરિવારને ૪૫-૪૫ લાખ રૂપિયા આપશે. સરકારે મૃતકોનાં પરિવારજનોને ૪૫ લાખ રૂપિયાનું વળતર આપવાની જાહેરાત કરી છે. મૃતકના પરિવારના એક સભ્યને સરકારી નોકરી પણ આપવામાં આવશે. આ સાથે ઘટનાની ન્યાયિક તપાસ અને ૮ દિવસમાં આરોપીની ધરપકડ કરવાનું વચન પણ આપવામાં આવ્યું છે.

Other News : દેશના ૧૯ રાજ્યોમાં પેટ્રોલ-ડિઝલના ભાવ રેકોર્ડ સ્તરે : પેટ્રોલ ૧૦૦ રુપિયાને પાર

Related posts

દેશમાં કોરોનાનો પ્રકોપ : લોકડાઉન-૪ના ૧૨ દિવસમાં ૭૦ હજાર નવા કોરોનાના કેસ નોંધાયા…

Charotar Sandesh

કોંગ્રેસમાં જળમૂળથી ફેરફારની જરૂર : ૨૩ નેતાઓનો સોનિયાને પત્ર…

Charotar Sandesh

અમિત શાહ રવિવારે પશ્ચિમ બંગાળમાં ચૂંટણી ઢંઢેરો જાહેર કરશે…

Charotar Sandesh