મેહુલ બોઘરા (mehul boghra) ના સમર્થનમાં વકીલો : સાજન ભરવાડને માર મારવાનો પ્રયાસ થતાં ધક્કામુક્કી, ભારે પોલિસ બંદોબસ્ત, પ દિવસના રિમાન્ડ મંજુર
સુરત : શહેરના સરથાણા પોલિસ સ્ટેશન એરિયામાં વકીલ મેહુલ બોઘરા (mehul boghra) ઉપર થયેલ હુમલાને લઈ ભારે ચકચાર મચી જવા પામી છે, ત્યારે TRBના સુપરવાઈઝર સાજન ભરવાડ તેમજ અન્ય મળતીયાઓ ખુલ્લેઆમ પૈસાની ઉઘરાણી કરતો વિડીયો ભારે વાયરલ થયો છે, આ અંગે સામસામે ફરિયાદ નોંધાય છે.
વકીલ મેહુલ બોઘરા (mehul boghra) ના હુમલાખોર આરોપી સાજન ભરવાડને કોર્ટમાં હાજર કરાતા વકીલોએ તેને માર મારવાનો પ્રયાસ કરેલ, જેને અફરાતફરી મચી જવા પામેલ હતી, કોર્ટ દ્વારા સાજન ભરવાડના ૫ દિવસના રિમાન્ડ મંજૂર કરાયા છે.
બે દિવસ અગાઉ વકીલ મેહુલ બોઘરા (mehul boghra) પર ટીઆરબીના સુપરવાઇઝર સાજન ભરવાડે જીવલેણ હુમલો કર્યો હતો
આરોપી સાજન ભરવાડે વકીલને માર મરાતા લોહીલુહાણ સ્થિતિમાં હોસ્પિટલ ખાતે ખસેડાયા હતા. જે બાદ વિડીયો વાયરલ થતાં સોશિયલ મીડિયા ઉપર પણ ટ્રાફિક પોલીસને લઈને ભારે નારાજગી વ્યક્ત કરાઈ રહી છે. કોર્ટ સંકુલમાં વકીલોની સામે રબારી સમાજના પણ યુવકો મોટી સંખ્યામાં હાજર રહેતા તણાવ જોવા મળેલ, આરોપી સાજન ભરવાડ પર વકીલો ધસી જતા બાબલો બિચક્યો હતો.
Other News : આણંદ ટાઉન પોલીસ સ્ટેશનના PI એક્શનમાં : આડેધડ લારીઓ ઉભી કરતાં લોકોને કડક સુચના અપાઈ