ભોપાલ : કહેવાય છે ને કે પ્રેમ આંધળો હોય છે એ ગમે ત્યારે ગમે તેની સાથે, ગમે તે ઉંમરે થઈ શકે છે. જ્યારે લગ્ન બાદ પ્રેમ પ્રકરણની શરૂઆત થાય છે તો તેનું ઘર ભાંગવા લાગે છે અને કેટલીક વખતે પ્રેમમાં પડેલા લોકો પોતાની પોલ ખૂલી ન જાય તે માટે હત્યા પણ કરી નાખતા હોય છે. હાલમાં જ એક ઘટના સામે આવી છે જ્યાં એક મહિલા પોતાનાથી ૧૩ વર્ષ નાના રિક્ષા ચાલક પ્રેમી સાથે ભાગી ગઈ. સાથે જ ઘરેણાં અને અઢળક પૈસા લેતી ગઈ.
મધ્ય પ્રદેશના ઈન્દોરમાં એક સંભ્રાંત પરિવારની ૪૫ વર્ષીય મહિલા ગુમ થવાથી અફરાતફરી મચી જવા પામી છે. જ્યારે જાણકારી એકત્ર કરી તો જાણવા મળ્યું કે મહિલા પોતાનાથી ૧૩ વર્ષ નાના ૩૨ વર્ષીય રિક્ષા ચાલક પ્રેમી સાથે ફરાર થઈ ગઈ છે. તે તિજોરીમાં રાખેલા ૪૭ લાખ રૂપિયા અને ઘરેણાંથી ભરેલી બેગ પણ લઈ ગઈ. પરિવારજનોની ફરિયાદના આધારે પોલીસે કેસ દાખલ કરી લીધો છે. હાજી કોલોની ખજરનાથી એક સંભ્રાંત પરિવારની એક મહિલા ગુમ થવાની સનસનીખેજ ઘટના સામે આવી છે.
મહિલા પોતાના ઘરથી લગભગ ૮ દિવસ પહેલા ગુમ થઈ હતી
ખજરના પોલીસે પતિની ફરિયાદના આધારે ગુમ થયાનો રિપોર્ટ દાખલ કર્યો છે. પોલીસ સ્ટેશનના પ્રભારીના જણાવ્યા મુજબ લોકેશનના આધાર પર એક ટીમને જાવરા મોકલવામાં આવી છે. હાલમાં બંનેના મોબાઈલ બંધ આવી રહ્યા છે. પરિવારજનોએ પોલીસને જણાવ્યું કે થોડા દિવસો પહેલા જમીન ડીલમાં મળેલા ૪૭ લાખ રૂપિયા તિજોરીમાં રાખ્યા હતા. તિજોરીની ચાવી મહિલા પાસે જ રહેતી હતી. તેણે લાગ જોયો અને રૂપિયા અને ઘરેણાં લઈને ભાગી ગઈ. હાલમાં પોલીસ મહિલા અને અને તેના પ્રેમીના પકડાઈ જવા પર જ આ સંપૂર્ણ ઘટનાનો ખુલાસો કરી શકે છે.
Other News : હાર્દિક પટેલ બાદ શક્તિસિંહ ગોહિલે પણ પ્રમુખ બનવાનો ઇન્કાર કર્યો