દિવાળી આવે એટલે ભારતીયોના ઘરોમા સાફસૂફીની મોસમ સોળે કળાએ ખીલી ઊઠે. ઘરમાથી કેટલી બધી વસ્તુઓ બહાર આવે ને તડકો માણે. એમા વળી જેનુ ઘર સાથે લેણુ પૂરુ થઈ ગયુ હોય તેને પાછી ઘરમા એન્ટ્રી ન મળે. એવી ચીજો મુક્ત થયાની હાશ અનુભવતી હશે કે હડસેલાઈ જવાનુ દુઃખ ફીલ કરતી હશે? ખબર નથી, પણ ઘરમા જગ્યા કર્યાનો આનદ સૌ ખાસ અનુભવે છે. આ સાફસૂફીનો પોર્ટફોલિયો મુખ્યત્વે ગૃહિણીઓનો કહેવાય. કેમકે પુરુષોએ તેમા રસ લેવાનુ મોડુ-મોડુ શરૂ કર્યું છે. અલબત્ત પુરુષો પણ આજ-કાલ આ પર્વમા હોશે-હોશેભાગ લે છે પણ યગ છોકરા-છોકરીઓને તો મમ્મીનુ દિવાલી-ક્લિનિંગનુ ઓબ્સેશન બોરિંગ લાગે છે. એ લોકો એમાથી છટકી જવાના બહાના શોધી લે છે. નાના હતા ત્યારે અમને પણ એવુ જ થતુ. દિવાળીનુ વેકેશન હોય અને બહેનપણીઓએ સાથે પિક્ચર કે રેસ્ટોરામા જવાનો પ્રોગ્રામ બનાવ્યો હોય તેમા કોઇ ને કોઇ બહેનપણી છેલ્લી ઘડીએ ‘ હુ નહીં આવી શકુ. આજે તો અમારે ઘરે સાફ-સૂફીનો પ્રોગ્રામ છે’ કહીને અમારા પ્રોગ્રામમા ખાડો કરતી ત્યારે બહુ ગુસ્સો આવતો. મને યાદ છે હુ તો મારા ઘરમા દલીલ કરતી કે દિવાળીમા જ શા માટે આટલી બધી સાફસૂફી કરવાની? એના કરતા વરસમા રેગ્યુલર પણ સાફ-સૂફી કરવાની ને! ત્યારે જવાબ મળતો કે રેગ્યુલર તો થાય જ છે પણ આ દિવાળી નિમિત્તે બધુ ટોપ ટૂ બોટમ સાફ થઈ જાય. ત્યારે બાની એ વાત તો ગમતી નહોતી પણ સાફ સૂથરુ થયેલુ અને વ્યવસ્થિત, સુઘડ, ઘર બહુ વહાલુ લાગતુ! સ્વચ્છતા અને હળવાશનો એક આહ્લાદક અહેસાસ થતો. ઘરનો ખૂણે-ખૂણો જાણે ‘મને જો ’, ‘મને તો જો’ કહેતો હોય તેવો ઝગ-ઝગી ઊઠતો તે જરૂર ગમતો.
પણ આજે વરસો પછી બાની વાતને તેમના પરસ્પેક્ટિવથી જોતા આવડી ગયુ છે. આ પ્રસગે જે રીતે ટોટલ ક્લિનિંગ થાય છે તેને કારણે આપણી સઘરાખોર વૃત્તિનો વાર્ષિક હિસાબ મળી જાય છે. સાથે જ ઇન્ટ્રોસ્પેક્ષન કરવાની તક પણ મળે છે. કામનુ રાખવુ, ભવિષ્યમા કામ આવે એવુ હોય તે પોટલુ વાળીને જૂદુ રાખવુ, કામમા આવે જ નહીં એવુ હોય તેનો નિકાલ કરી દેવો…..આવી બધી પ્રવૃત્તિ દિવાળી પૂર્વે આ સાફ-સૂફી નિમિત્તે થઈ જાય છે. કેટલાક લોકો ઘણી બિન-ઉપયોગી ચીજો કાઢી નાખીને હરખાય છે. પણ એવી નક્કામી વસ્તુઓ પોતે લીધી શા માટે હશે તેનો વિચાર નથી કરતા! એટલુ જ નહીં, એ નિકાલ કરીને ઘરમા જગ્યા કરી હોય એ પાછી નવી ખરીદી દ્વારા પચાવી પડાય છે તેનો પણ ખ્યાલ નથી રહેતો!
ઇન ફૅક્ટ આ દિવસોમા માણસની શોપિંગ વૃત્તિને આકર્ષવા, ઉશ્કેરવા અને તેને ઉન્મુક્ત કરી દેવા ઉત્પાદકો અખબારો અને મિડિયા દ્વારા મડી પડે છે. મેગા ડિસ્કાઉન્ટ અને મહા સેલની પાના ભરી-ભરીને જાહેરખબરો ભલભલા મક્કમ મિજાજને પણ પીગળાવી દે છે. રસ્તાઓ પર અને મૉલ્સમા શોપિંગક્રાઉડની ભીડ જોઇ મને ઘણીવાર વિચાર આવે કે આ શોપિંગ કોઇ ભૂત તો નથી ને જે સાગમટે બધાને વળગી પડ્યુ છે! આ વાચીને શોપિંગ શોખીનો મારા પર ચીડાય તો એમનો ગુસ્સો સર-આખો પર! શોપિંગ દ્વારા મળતા અપરપાર આનદની ક્રેડિટ ભૂતને કઈ રીતે આપી શકાય? એ આનદ તો નિર્ભેળપણે આપણુ જ ક્રિએશન ગણાય. શોપિંગ માટે દોડીએ આપણે, પસદગી પાછળ કલાકો વેડફીએ આપણે, પૈસા ખર્ચીએ આપણે, પરસેવો પાડીએ આપણે અને તેના પરિણામે જે આનદ પ્રાપ્ત થાય તેનો જશ ભૂતભાઈને કેમ આપી શકાય! એવુ કહીને શોપિંગ શોખીનો મારા પર તૂટી પડે એ પહેલા સોરી કહી દઉં. ના, લોકોના શોપિંગ શોખની મજાક ઊડાડવાનો કોઇ ઇરાદો નથી. કેમ કે શોપિંગનો કેફ માણવામાથી ક્યા કોઇ બાકાત રહી શક્યુ છે?
નાનપણમા દિવાળીની શોપિંગ પહેલા અને શોપિંગ પછી પણ એમાથી જે રસ લૂટયો છે તે કમાલનો હતો. આજે પણ એ સીન મારી આખોમા સચવાયેલો છે.
દિવાળીની રજાઓ શરૂ થાય તેના પહેલાના રવિવારે અમારી કપડા, ચપલ-સેન્ડલની ખરીદી થઈ ગઈ હોય. અને રોજ બપોરે સ્કુલથી આવીને જમીને મારો અને બિલ્ડિગમા જ રહેતી મારી ફ્રેન્ડ રૂપાનો એક જ કાર્યક્રમ રહેતો. તેના ઘરે સોફાસેટના સેન્ટર સોફા ઉપર અમે બન્ને એક-એક ખૂણા પર ઊંધા પગ વાળીને બેસતા(ગાધીજીની સ્ટાઇલમા). પછી કોઇ એજન્ડા વિના જ અમારો પ્રિય વિષય શરૂ થઈ જાય. ‘તુ ધનતેરસને દિવસ શુ પહેરીશ?’ ‘હુ તો રેડ હાથીવાળુ, સ્લીવલેસ ફ્રોક પેરીશ ને કાળી ચૌદસે ગ્રીન ચેક્સવાળુ મેગિયા સ્લીવ્ઝનુ પહેરીશ’ ‘હુ તો દિવાળીને દિવસે ગ્રીન અને સાલમુબારકને દિવસે બ્લ્યુ પહેરીશ.’ આમ બન્નેના દિવાળીના દિવસો દરમિયાન ચાર દિવસ પહેરવાના નવા ડ્રેસીઝનુ અમારુ ડિસ્કશન રોજે-રોજ ચાલે. એ સેઇમ ટુ સેઇમ કાર્યક્રમ દિવાળી સુધી ચાલે! અને બેમાથી કોઇને ક્ટાળો ન આવે! ઇન ફેક્ટ અમારા એ દિવાલી સ્પેશિયલ કમ્યુનિકેશનની શરૂઆત જ આ રીતે થતીઃ ‘ચાલ હવે શોપિંગની વાત કરીએ’. એ સવાદમા મારે ભાગે ઘણી વિવિધતા રહેતી કેમકે નાના હતા ત્યારે પણ અમારા કપડા અમારી ચોઇસ મુજબના જ આવતા જ્યારે રૂપાના જોઇન્ટ ફેમિલીમા કાકા-બાપાના બધા છોકરાઓના કપડા એક સરખા બનતા. લાલ, લીલા, બ્લ્યુ કે પીળા એવા જુદા -જુદા રગના તાકા તેના બાપુજી લઈ આવતા. પછી ઘરે દરજી બેસતો અને દરેક તાકામાથી બધી છોકરીઓના એક-એક ફ્રોક સીવાતા. આજે શોપિંગ કોઇ ફેસ્ટિવલને મોહતાજ નથી રહી અને એ ખુદ એક ફેસ્ટિવલ બની ગઈ છે ત્યારે આજના કિડઝ કે ટીનેજર્સને આ બધી વાતો ઇતિહાસ જેવી કે જુદા જ પ્લેનેટ પર વસતા લોકોની લાગે! પણ એક શોપિંગમાથી આવો અનેકગણો આનદ લૂટવાની કલા તો કદાચ તેમનેય હસ્તગત હશે! એનીવે! મૂળ તો આપણે સાફસૂફીની વાત કરતા હતા અને શોપિંગ પર પહોચી ગયા હતા. પણ મારે જે એક વાત શેર કરવી છે તે એ કે દિવાળીની ઘરસફાઈની પ્રક્રિયા કરતા કરતા અનાયાસ મારા મનમા પણ એક એક્સર્સાઇઝ ચાલતી હતીઃ ઘરની જેમ મનની પણ સફાઈનો કાર્યક્રમ બનાવવો જોઇએ. તેમા પણ જૂના ભેગા કરી રાખેલી માન્યતાઓ અને ગ્રથિઓના કે અભિપ્રાયોના પોટલા ડિસ્કાર્ડ કરવા જેવા મળી આવશે! મનના કોઇક નાનક્ડા ખૂણામા ઘણુ બધુ દટાઇને પડ્યુ હોય એ પણ આવી સફાઈ નિમિત્તે બહાર નીકળી આવે ત્યારે લાગશે કે નાનકડા મનને નાહક આટલો બધો સમય આટલા ભાર તળે ચગદ્યુ! અને તેમાથી ઉપયોગી-બિનુપયોગીનુ ક્લાસિફિકેશન કરીને બિનુપયોગીનો નિકાલ કરી દઈએ પછી કેવા હળવા ફૂલ થઈ જવાય! કેટલીય વાર કોઇક બાબત અગે નકામી ચિંતા ક્રરી-કરીને મન પર બોજો વેંઢાર્યો હોય અને એ ચિંતા કરી હોય તેવુ કશુ થાય જ નહીં! ત્યારે એ સાચવીને રાખેલા ચિંતાના ચીંથરા કેવી સહેલાઈથી મન પરથી ઊડી જાય છે અને કેવી હાશ થાય છે! દિવાળી નિમિત્તે થતી ઘરની સાફસૂફીની જેમ મનની પણ સાફસૂફી કરવા જેવી છે!