શું આઈપીએલમાંથી નિવૃત્તિ લેશે MS ધોની ?
ધોનીએ પોસ્ટમાં લખેલ કે, હું તમારી સાથે એક સમાચાર શેર કરીશ, હું રપ સપ્ટેમ્બરે બપોરે ર વાગ્યે લાઈવ આવીને આ જાણકારી આપીશ, આશા રાખું છું તમે બધા ત્યાંં હશો
હવે આ પોસ્ટ બાદ ક્રિકેટચાહકોમાં ચિંતા વ્યાપી છે અને ઘણા પ્રશ્નો ઉદ્ભવી રહ્યા છે
Mumbai : ભારત ક્રિકેટ જગતના પૂર્વ ખેલાડી તેમજ કપ્તાન મહેન્દ્રસિંહ ધોની (mahendrasinh dhoni) સોશિયલ મીડિયા પર વધુ એક્ટિવ રહેતા નથી તેમજ લાઇમ લાઇટમાં આવવું પસંદ કરતા નથી. અગાઉ એમએસ ધોનીએ ૧૫ ઓગસ્ટ ૨૦૨૦ માં ઇન્ટરનેશનલ ક્રિકેટમાંથી નિવૃતિ લઇ લીધેલ હતી, પરંતુ તે હજુ પણ આઈપીએલ ટી-ર૦ (IPL T20) માં રમતા નજરે રહ્યા હતા. જોકે હવે એમએસ ધોનીએ સોશિયલ મિડીયા એકાઉન્ટ દ્વારા એક પોસ્ટ મુકતાં ચાહકો-ફેન્સ ચિંતામાં મુકાયા છે, અને ઘણા પ્રકારના અનુમાન લગાવવામાં આવી રહ્યા છે.
Other News : હવામાન વિભાગે કરી આ આગાહી, નવરાત્રી આયોજકો અને ખેલૈયા વરસાદને લઇને ચિંતામાં !