આણંદ : શહેરમાં દિવસ દરમિયાન વારંવાર વીજળી ડુલ થઇ જતાં ધંધાદારીઓ, વીજધારકોને હાલાકી પડી રહી છે, ત્યારે વીજતંત્રએ ઉત્તરાયણ પર્વે વીજળી ડુલ થાય નહીં તેમાટે એકશન પ્લાન બનાવ્યો હોવા છતાં ગુરૂવારે વારંવાર વીજળી ડુલ થઇ જવાથી એકશન પ્લાનની પોલ ખુલી પડી ગઇ હતી.
મળતી માહિતી અનુસાર, ઉત્તરાયણ પર્વ પર દર વર્ષની જેમ આ વર્ષે પણ આણંદ શહેરમાં MGVCL દ્વારા જુદી જુદી ટીમો બનાવીને વીજળી ડુલ થાય તો તાત્કાલિક સમારકામ કરીને પુનઃ સપ્લાય શરૂ કરવા માટેની સૂચનાઓ આપવામાં આવી છે. ખાસ કરીને વીજ લાઇનમાં દોરી કે પતંગ ભરાઇ હોય તો તેને તાત્કાલિક દૂર કરી પુનઃ લાઇટો ચાલુ થાય તે માટે ટીમોને તૈનાત કરી છે. વીજ ફરિયાદ મળે તો તાત્કાલિક નિકાલ કરવાની સૂચના આપી છે.
ઉત્તરાયણ પર્વ પર પતંગ અને દોરી વીજલાઇનમાં ભરાતાં વીજળી ડુલ થઇ જતી હોય છે
ત્યારે આણંદ જિલ્લા એમજીવીસીએલ (MGVCL) ના ચાર ડિવીઝન દ્વારા ૨૯ ટીમો તૈનાત કરવામાં આવી છે. તેમજ વીજળી ડુલ થાય તો ફરિયાદ કરવા માટે કસ્ટમર કેરનો નંબર ૧૮૦૦૨૩૩૨૬૭૦ જાહેર કરવામાં આવ્યો હોવાનું જાણવા મળેલ છે.