કેવડિયા : ૧૭ સપ્ટેમ્બરે વડાપ્રધાન નરેન્દ્ર મોદીની આવવાની વાતને લઈને તંત્ર તૈયારીમાં લાગી ગયું છે. આ સમયે મોદી નર્મદા ઘાટની આરતી સહિત અન્ય ૫૦ કરોડથી વધુના પ્રોજેક્ટો જેમાં ઇ કાર, ભૂલભૂલૈયા ગાર્ડન, સહિત પ્રોજેક્ટોને ખુલ્લા મુકશે. આ સાથે જંગલ સફારીની પણ વિઝીટ કરીને નવા બંગાળ ટાઈગરની જોડીને જોવ જઈ શકે એવી હાલ શક્યાતા જોવા મળી રહી છે.
તંત્ર આ બાબતે કોઈપણ જાતની સૂચના હોવાની વાત કરી રહ્યું છે. પરંતુ PMO માંથી CMOમાં વડાપ્રધાનની ગુજરાત, કેવડિયા મુલાકાતની તૈયારીઓની સૂચના મળી હોવાનું સૂત્રો દ્વારા જાણવા મળ્યું છે.
ઉત્તરપ્રદેશ હરિદ્વાર અને વારાણસી જેવા ધાર્મિક સ્થળોમાં ગંગા મૈયાની મહાઆરતી રોજ થાય છે, એવી નર્મદા આરતી પણ નર્મદા ઘાટ પર કરાવવાનું આયોજન થઈ રહ્યું છે જેના ભાગરૂપે આ ઘાટ બનાવવામાં આવી રહ્યો છે. સ્ટેચ્યૂ ઓફ યુનિટી બન્યા બાદ આ વિસ્તારનો પ્રવાસન તરીકે વિકાસ થઈ રહ્યો છે અને અનેક પ્રકલ્પનો લોકાર્પણ વડાપ્રધાન નરેન્દ્ર મોદીના હસ્તે થયું હતું, ત્યારે વડાપ્રધાન મોદીના સૂચનાથી સરકાર આ વિસ્તારનો ધાર્મિક સ્થળ તરીકે પણ વિકાસ કરવાનું આયોજનના ભાગરૂપે આ ઘાટ બનાવવામાં આવી રહ્યો છે. હરિદ્વાર અને વારાણસી જેવી આરતી નર્મદા ઘાટ પર રોજ કરવામાં આવશે. આ આરતી કેવી રીતે થાય છે, તે જોવા માટે કેવડિયાના અધિકારીઓ વારાણસી જઇ આવ્યા હતા. નર્મદા મૈયાની આરતી માટે હાલ તંત્ર એકદમ સજ્જ થઇ ગયું છે.
કેવડિયાની સામે કિનારે ગોરા ગામે નર્મદા નદીના કિનારે ૧૪ કરોડના ખર્ચે વિશાળ ઘાટ બનીને તૈયાર છે. શૂલપાણેશ્વર મંદિરથી સીધા ઘાટ પર જવાય એવો રસ્તો પણ બનીને તૈયાર છે. આ ઘાટ ૧૩૧ મીટર લાંબો અને ૪૭ મીટર પહોળો છે. પીએમ મોદી આ ઘાટ પર નર્મદા મૈયાની મહાઆરતી કરશે.
વડાપ્રધાન નરેન્દ્ર મોદી તેમના જન્મદિવસ ૧૭ સપ્ટેમ્બરે કેવડિયા આવે તેવી શક્યતા છે
પીએમ મોદીના જન્મદિવસે કેવડિયામાં નર્મદા મૈયાની મહાઆરતી થાય તેવી શક્યતા છે. કેવડિયા નજીક ગોરા ગામના નર્મદા નદીના કિનારે ૧૪ કરોડના ખર્ચે નર્મદા ઘાટનું નિર્માણ કરવામાં આવ્યું છે. આ નર્મદા ઘાટ પર પીએમ મોદી દ્વારા નર્મદા આરતીનો પ્રારંભ કરવામાં આવશે તેમ માનવામાં આવી રહ્યું છે. જ્યારે ગુજરાતના મુખ્યમંત્રી હતા, ત્યારથી મોદી કેવડિયાની નિયમીત મુલાકાત લેતા આવ્યા છે અને વડાપ્રધાન બન્યા બાદ તેમના ડ્રીમ પ્રોજેક્ટ સ્ટેચ્યૂ ઓફ યુનિટીનું નિર્માણ કર્યું અને તેઓ અવારનવાર કેવડિયા ખાતે આવતા રહે છે. ૩૧ ઓક્ટોબર-૨૦૧૮માં સ્ટેચ્યૂ ઓફ યુનિટીના લોકાર્પણ બાદ મોદી અનેક વખત કેવડિયા આવી ચૂક્યા છે.
જાન્યુઆરી-૨૦૨૧માં કેવડિયા સ્થિત સ્ટેચ્યૂ ઓફ યુનિટીને દેશના ૬ રાજ્યો સાથે જોડતી ૮ ટ્રેનોને પીએમ મોદી એ આજે વર્ચ્યુઅલ લોકાર્પણ કરીને લીલી ઝંડી આપીને રવાના કરી હતી. વડાપ્રધાન સમારોહ દરમિયાન ગુજરાતમાં રેલવે સંબંધિત અન્ય અનેક પ્રોજેક્ટ્સનું પણ મોદીએ ઉદ્ઘાટન કર્યું હતું. આ પ્રસંગે ગુજરાતના મુખ્યમંત્રી હાજર રહ્યા હતા અને કેન્દ્રીય રેલવે પ્રધાન વર્ચ્યુઅલ દિલ્હીથી રીતે ઉપસ્થિત રહ્યા હતા. માર્ચ-૨૦૨૧માં પીએમ મોદીએ કેવડિયા ખાતે ઓલ ઇન્ડિયા કમાન્ડર કૉન્ફરન્સમાં હાજરી આપી હતી. જ્યાં દેશની સુરક્ષાને લઇને મોદી સેનાના ઉચ્ચ અધિકારીઓ સાથે ચર્ચા કરી હતી અને ત્યાર બાદ કૉન્ફરન્સને સંબોધન કર્યું હતું. કૉન્ફરન્સ પૂર્ણ કરીને તેઓ અમદાવાદ ગયા હતા. ત્યારબાદ અમદાવાદ એરપોર્ટ પર દાંડી યાત્રા પર ચર્ચા કરી હતી. ત્યારબાદ ત્યાંથી દિલ્હી રવાના થયા હતા.
Other News : વડોદરામાં ભેજાબાજે કેનેડામાં નોકરી અપાવવાના નામે યુવાન પાસેથી ૧.૮૦ લાખ પડાવ્યા