Charotar Sandesh
ઈન્ડિયા

દેશમાં કોરોના વાયરસના સતત ૩ લાખથી વધુ દૈનિક કેસથી ચિંતા વધી

કોરોના વાયરસ

નવીદિલ્હી : ભારતમાં કોરોનાના રોગચાળાને કારણે જીવ ગુમાવનારા લોકોની સંખ્યા વધીને ૪ લાખ ૮૯ હજાર ૪૦૯ થઈ ગઈ છે.

માહિતી અનુસાર ગઈકાલે બે લાખ ૫૯ હજાર ૧૬૮ લોકો સાજા થયા હતા, ત્યારબાદ અત્યાર સુધીમાં ૩ કરોડ ૬૫ લાખ ૬૦ હજાર ૬૫૦ લોકો સાજા થઈ ગયા છે. સ્વાસ્થ્ય મંત્રાલયના જણાવ્યા અનુસાર દેશભરમાં કોરોના સેમ્પલનું ટેસ્ટિંગ ચાલી રહ્યું છે. છેલ્લા ૨૪ કલાકમાં કુલ ૧૮,૭૫,૫૩૩ સેમ્પલ ટેસ્ટ કરવામાં આવ્યા હતા. આ સાથે ભારતે અત્યાર સુધીમાં કુલ ૭૧.૫૫ કરોડ (૭૧,૫૫,૨૦,૫૮૦) કોરોના ટેસ્ટ કર્યા છે.

રાષ્ટ્રવ્યાપી રસીકરણ અભિયાન હેઠળ અત્યાર સુધીમાં એન્ટી-કોરોનાવાયરસ રસીના ૧૬૧ કરોડથી વધુ ડોઝ આપવામાં આવ્યા છે

ગઈકાલે ૭૧ લાખ ૧૦ હજાર ૪૪૫ ડોઝ આપવામાં આવ્યા હતા, ત્યારબાદ અત્યાર સુધીમાં રસીના ૧૬૧ કરોડ ૯૨ લાખ ૮૪ હજાર ૨૭૦ ડોઝ આપવામાં આવ્યા છે. વેબસાઈટ વર્લ્‌ડોમીટર અનુસાર વિશ્વભરમાં ત્રણ દિવસમાં એક કરોડથી વધુ કેસ નોંધાયા છે, જ્યારે સરેરાશ દરરોજ લગભગ ૯૦૦૦ લોકો પોતાનો જીવ ગુમાવી રહ્યા છે.દેશમાં જીવલેણ કોરોનાવાયરસ રોગચાળાના કેસ ગઈકાલની સરખામણીએ આજે ઘટ્યા છે.

છેલ્લા ૨૪ કલાકમાં દેશમાં કોરોના વાયરસના ત્રણ લાખ ૩૩ હજાર ૫૩૩ નવા કેસ નોંધાયા છે અને ૫૨૫ લોકોના મોત થયા છે. દેશમાં દૈનિક હકારાત્મકતા દર હવે ૧૭.૭૮ ટકા છે. કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલય દ્વારા જાહેર કરવામાં આવેલા આંકડા અનુસાર, હવે દેશમાં સક્રિય કેસોની સંખ્યા વધીને ૨૧ લાખ ૮૭ હજાર ૨૦૫ થઈ ગઈ છે.

Other News : મુંબઈમાં તાડદેવ વિસ્તારની ર૦ માળની ઈમારતમાં ભીષણ આગ : ૭ના મોત, ૧૯ દાઝ્‌યા

Related posts

ટિ્‌વટરે ભૂલ સ્વીકારી, ઉપરાષ્ટ્રપતિ વેંકૈયા નાયડુના એકાઉન્ટ ફરી વેરિફાઇડ કર્યું…

Charotar Sandesh

યે કયા હો રહા હે : રાહુલના ડંડાવાળા નિવેદન મામલે સંસદમાં ભારે ઘમાસાણ : ધક્કા-મુક્કી…

Charotar Sandesh

રાજ્ય સરકાર હેઠળ કાર્યરત તબીબોને પીજી કોર્સના પ્રવેશમાં અનામત મળશે…

Charotar Sandesh