રાજ્ય સરકારના મંત્રી બ્રિજેશ મેરજાએ માહિતી આપી, હજુ મૃત્યુઆંકમાં વધારો થવાની શક્યતા
મોરબી : ઝૂલતો પુલ તૂટવાની દુર્ઘટના સામે આવી છે, જેમાં ૪૦૦ જેટલા લોકો પાણીમાં ડૂબ્યા છે, દિવાળીની રજા હોવાથી ઝૂલતા પુલ ઉપર મોટી સંખ્યામાં લોકો આવેલ હતા, ત્યારે આજે પણ લોકોની ભીડ જામતા મોડી સાંજે આ પુલ બે ભાગમાં કટકા થઈને તૂટી પડ્યો હતો.
આ દુર્ઘટનામાં મોટી સંખ્યામાં લોકો નીચે પટકાયા હતા, જેમાં ૬૦ બૉડી કાઢ્યાનો કાન્તિ અમૃતિયાએ દાવો કર્યો છે. કચ્છથી અને રાજકોટથી તરવૈયા અને રાજકોટથી ૭ ફાયર બ્રિગેડની અને ૧ SDRFની ટીમો રવાના થઇ છે. જ્યારે ગાંધીનગરથી બે NDRFની ટીમ રવાના કરવામાં આવી છે.
કંન્ટ્રોલરૂમ તથા હેલ્પ લાઇન નંબર ૦૨૮૨૨ ૨૪૩૩૦૦ જાહેર કરાયો છે. કેન્દ્ર સરકારે મૃતકોના પરિવાજનોને ૨-૨ લાખની સહાય અને ઇજાગ્રસ્તોને ૫૦-૫૦ હજારની સહાય જાહેર કરી છે. જ્યારે સારવાર માટે રાજકોટમાં ઇજાગ્રસ્તોની સારવાર માટે અલગ વોર્ડ ઊભો કરાયો છે.
Other News : PM મોદી આજથી ત્રણ દિવસીય ગુજરાતના પ્રવાસે, કરોડોના વિકાસ કાર્યોનું લોકાર્પણ-ખાતમુર્હુત કરાશે, જુઓ કાર્યક્રમો