ગુજરાતમાં પ્રવાસનનો વ્યાપ વધારવાના ભાગરૂપે લિકર પરમિટ (liquer permit)ને મંજૂરી આપી રહેલ છે
અમદાવાદ : ગુજરાતના અમદાવાદ સહિત સુરત, ભાવનગર, ગોંડલ અને રાજુલા ખાતેની હોટેલોને મંજૂરી અપાઈ છે. ગુજરાતમાં પ્રવાસનનો વ્યાપ વધારવાના ભાગરૂપે તેમજ વાઇબ્રન્ટ સહિતની આંતરરાષ્ટ્રીય કોન્ફરન્સમાં વિદેશી મહેમાનો તેમજ પ્રવાસીઓની સુવિધાના ભાગરૂપે સરકાર ફાઇવસ્ટાર તેમજ હાઈફાઈ હોટેલોને લિકર પરમિટ (liquer permit) ને મંજૂરી આપી રહેલ છે.
મળતિ માહિતી મુજબ, ગુજરાત સરકારના ગૃહ વિભાગ દ્વારા વધુ ૫ હોટેલોને લિકર પરમિટ (liquer permit) અપાઈ છે, આ હોટેલો હવે પ્રવાસીઓને તેમજ પરમિટ ધરાવતા નાગરિકોને દારૂનું વિતરણ કરી શકશે. જેમાં,
૧. હોટેલ તાજ સ્કાયલાઇન (યુનિટ ઓફ સંકલ્પ ઇન), શીલજ- અમદાવાદ
૨. હોટેલ કોર્ટયાર્ડ બાય મેરિયોટ (યુનિટ ઓફ ગુજરાત જેએચએમ હોટેલ્સ લિ.) ભાટપોર- સુરત
૩. હોટેલ લીલા ટ્રેડ લિંક પ્રા.લિ., ભાવનગર
૪. ઓર્કાર્ડ પેલેસ એચજીએચ હોટેલ્સ એલએલપી, હજુર પેલેસ કેમ્પસ, ગોંડલ- રાજકોટ
૫. હોટેલ લાયન પેલેસ, હિન્ડોરણા રોડ, રાજુલા- અમરેલી
Other News : જ્યોર્તિમઠ અને શારદા પીઠ દ્વારકાના શંકરાચાર્ય સ્વામી સ્વરૂપાનંદ સરસ્વતીજીનું ૯૯ વર્ષની આયુએ નિધન