Charotar Sandesh
ઈન્ડિયા

NEET-JEE પરીક્ષાને સુપ્રીમની લીલીઝંડી, છ રાજ્યોની પુનર્વિચાર અરજી ફગાવી

૧૩ સપ્ટેમ્બરે જ યોજાશે નીટની પરીક્ષા…

ન્યુ દિલ્હી : કોરોના સંકટકાળમાં નીટ-યુજી અને જેઈઈની પરીક્ષા કરાવવાના ચુકાદાનુ સુપ્રીમ કોર્ટે સમર્થન કર્યુ હતુ અને પરીક્ષા કરાવવાના પક્ષમાં ચુકાદો આપ્યો હતો. સુપ્રીમ કોર્ટના આ ચુકાદા બાદ ૬ રાજ્યોના કેબિનેટ મંત્રીઓએ સુપ્રીમ કોર્ટમાં ચુકાદા વિશે પુનર્વિચાર અરજી દાખલ કરી હતી. પરંતુ સુપ્રીમ કોર્ટે આ અરજીને ફગાવી દીધી છે. તમને જણાવી દઈએ કે ૬ રાજ્યોના કેબિનેટ મંત્રીઓ તરફથી સુપ્રીમ કોર્ટના ચુકાદા પર પુનર્વિચાર અરજી સુપ્રીમ કોર્ટમાં ૧૭ ઓગસ્ટે અરજી દાખલ કરવામાં આવી હતી જેને કોર્ટે ફગાવી દીધી છે.
તમને જણાવી દઈએ કે પંજાબ, ઝારખંડ, પશ્ચિમ બંગાળ, રાજસ્થાન, છત્તીસગઢ અને મહારાષ્ટ્ર તરફથી સુપ્રીમ કોર્ટમાં પુનર્વિચાર અરજી દાખલ કરવામાં આવી હતી. આ રાજ્યોએ સુપ્રીમ કોર્ટમાં પુનર્વિચાર અરજી દાખલ કરીને નીટ-જેઈઈ પરીક્ષાના આયોજન પર ચિંતા વ્યક્ત કરી હતી. તમને જણાવી દઈએ કે રાષ્ટ્રીય પરીક્ષા એજન્સી(દ્ગ્છ) નીટ-જેઈઈ પરીક્ષાઓનુ આયોજન કરે છે. રાષ્ટ્રીય પરીક્ષા એજન્સી જેઈઈનુ આયોજન ૧થી ૬ સપ્ટેમ્બર સુધી કરી રહી છે જ્યારે નીટની પરીક્ષાનુ આયોજન ૧૩ સપ્ટેમ્બરના રોજ થશે.
સુપ્રીમ કોર્ટના ન્યાયમૂર્તિ અશોક ભૂષણ, ન્યાયમૂર્તિ બી આર ગવઈ અને ન્યાયમૂર્તિ કૃષ્ણ મુરારની ખંડપીઠે આ પુનર્વિચાર અરજીને આજે ફગાવી દીધી. તમને જણાવી દઈએ કે સર્વોચ્ચ અદાલતના ૧૭ ઓગસ્ટના પોતાના આદેશમાં પરીક્ષાઓના આયોજનને લીલી ઝંડી આપી દીધી હતી ત્યારબાદ આ રાજકીય મુદ્દો બની ગયો. બિન ભાજપ રાજ્યોએ આના પર પુનર્વિચાર માટે અરજી દાખલ કરી છે.

Related posts

કાશ્મીરમાં લેન્ડલાઈન સેવા પૂર્વરત, જમ્મૂમાં ૨જી ઈન્ટરનેટ સેવા શરૂ…

Charotar Sandesh

ભારતની આક્રમકતા બાદ યુરોપિયન યુનિયનના ૭ દેશોએ કોવીશીલ્ડને માન્યતા આપી…

Charotar Sandesh

મહારાષ્ટ્રમાં કોરોના વિસ્ફોટ : અકોલામાં લોકડાઉન લાગુ કરાયું…

Charotar Sandesh