આણંદ : ડિસેમ્બરમાં ચરોતરના એનઆઈઆરઓની અવરજવર વધુ જોવા મળતી હોય છે, ત્યારે યુકેથી અમદાવાદ એરપોર્ટ પર ઉતરેલા ચરોતરના એનઆરઆઈનો ત્યાંની હોસ્પિટલમાં કરાયેલો ઓમિક્રોનનો ટેસ્ટ પોઝિટિવ આવતા આણંદ જિલ્લાનો પ્રથમ કેસ નોંધાયો છે.
પ્રાપ્ત માહિતી અનુસાર, ગત ૧૫મી ડિસેમ્બરે લંડનથી આવેલા મૂળ આણંદના ૪૮ વર્ષના એનઆરઆઇનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવતા તેને અમદાવાદ એરપોર્ટથી સીધા હોસ્પિટલમાં લઇ જવાયા હતા. દરમિયાન તેના જિનોમ સિકવન્સનો નમૂનો લઇ તપાસ માટે મોકલી અપાયો હતો જે પણ પોઝિટિવ આવતા તેઓ ઓમિક્રોન સંક્રમિત હોવાનું જાણવા મળ્યું છે.
છેલ્લા ચાર સપ્તાહમાં વિદેશથી આવેલા ૧૨૦૦ લોકોના ટેસ્ટ કરાયા છે
દરમિયાન જિલ્લા આરોગ્ય અધિકારી ડો. એમ. ટી. છારીના જણાવ્યા મુજબ આણંદ જિલ્લામાં છેલ્લા ચાર સપ્તાહમાં વિદેશથી આવેલા ૧૨૦૦ લોકોના ટેસ્ટ કરાયા છે. સદભાગ્યે કોઇ પોઝિટિવ આવ્યા નથી છતાં તેમનો કવોરન્ટાઇન પિરીયડ પુરો થયા બાદ આરટીપીસીઆર ટેસ્ટ કરવામાં આવે છે. આણંદના પાલિકાના આરોગ્ય વિભાગે કોરોના પોઝિટિવ આવેલા દર્દીના ૧૦ મકાનોને કન્ટેનમેન્ટ ઝોન જાહેર કરી, અવર-જવર પર પ્રતિબંધ મૂકી દીધો છે. આ સિવાય, દવા સેનેટાઈઝ સહિત કામગીરી હાથ ધરવામાં આવી હતી.
Other News : “સેવા હી સંગઠન”ના સૂત્ર અંતર્ગત શિયાળાની કળકળતી ઠંડીમાં રાહતમંદોને ગરમ ધાબળાનું વિતરણ