Charotar Sandesh
ગુજરાત

PSIની પરીક્ષામાં અમદાવાદના લાંભાની હાઇસ્કુલમાં કોઇ ગેરરીતી થઈ નથી : ભરતી બોર્ડે કરી સ્પષ્ટતા

PSIની પરીક્ષા

અમદાવાદ : પીએસઆઈની લેખિત પરીક્ષાનું આજે રાજ્યભરમાં આયોજન કરવામાં આવ્યું હતું. અગાઉ શારીરિક કસોટી યોજાઇ હતી જેમાં ઉત્તીર્ણ થયેલા ઉમેદવારોની આજે લેખિત કસોટી યોજાઇ હતી.

અમદાવાદ અને ગાંધીનગર કેન્દ્રો પર સવારે ૯થી ૧૧ સુધી રાજ્યભરના ઉમેદવારો પરીક્ષા આપી હતી

ત્યારે અમદાવાદમાં PSIની પરીક્ષા ફરી વિવાદમાં આવી હતી, લાંભાની ગીતા હાઈસ્કૂલમાં વિદ્યાર્થીઓએ પેપર ફૂટ્યા હોવાનો આક્ષેપ કર્યો હતો. જેમાં પીએસઆઈની પરીક્ષામાં અમદાવાદના લાંભાની ગીતા હાઇસ્કુલમાં કોઇ ગેરરીતી થઈ નથી, જે અંગે ભરતી બોર્ડ દ્વારા સ્પષ્ટતા કરાઈ છે.

સ્પષ્ટતા જણાવેલ કે, કેન્દ્ર સંચાલકની ગેરસમજના કારણે હાજર તમામ ઉમેદવારોના પ્રશ્નપત્રો પણ જમા લેવાયા હતા, જે પરત કરવા બોક્સ ખોલી ફરી સીસીટીવીની નિગરાનીમાં તેને સીલ કરાયું હતું. બોર્ડની યાદી મુજબ પીએસઆઈ કેડરની ૧૩૮૨ જગ્યાઓ માટેની ભરતી પ્રક્રિયા હાલમાં ચાલુ છે. શારીરીક કસોટીમાં ઉતિર્ણ થયેલ ૯૬૨૬૯ ઉમેદવારોની પ્રાથમિક કસોટી ગઈકાલે રવિવારે ૩૧૨ પરીક્ષા કેન્દ્રો ઉપર યોજાઈ હતી. પરીક્ષામાં ગેરરીતી અટકાવવા માટે તકેદારીના ભાગરૂપે તમામ કેન્દ્રો ઉપર સી.સી.ટી.વી. કેમેરા તેમજ જામર લગાવવામાં આવ્યા હતા. ગઈકાલની પ્રાથમિક પરીક્ષા સારી રીતે સંપન્ન થઈ.

Other News : રાજ્ય સરકારની યોજના અંગે ધારાસભ્યને પણ ખબર નથી તો લોકોની તો વાત ક્યાં કરવી ?!

Related posts

સેવાયજ્ઞ’’-‘‘ રરર દિવસ-રરર નિર્ણય’’પુસ્તકનું મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના હસ્તે થયું વિમોચન

Charotar Sandesh

ડાંગમાં ભારે વરસાદ પડતા નદીઓમાં પૂરની સ્થિતિ, ૩૦ ગામ સંપર્ક વિહોણા બન્યા…

Charotar Sandesh

ભીડભાડ વાળી જગ્યાઓમાં પાકિટ-પર્સની ચોરી કરતી ગેંગને ચોરીના મુદ્દામાલ સાથે ઝડપી પાડતી LCB ઝોન-૧

Charotar Sandesh