ગાંધીનગર : ગુજરાતમાં નવા મંત્રીમંડળની રચનાની જવાબદારી ભાજપ પ્રભારી ભૂપેન્દ્ર યાદવને સોંપવામાં આવી છે. જે માટે સોમવારે ભૂપેન્દ્ર યાદવની બેઠક અમિત શાહ સાથે પણ થઇ હતી.
૬૦ ટકા નવા ચહેરાઓનો પણ સમાવેશ થઇ શકે છે
સૂત્રોના જણાવ્યા પ્રમાણે, નવા મંત્રીમંડળમાં યુવાઓને તક આપવામાં આવી છે. એટલુ જ નહીં, ૬૦ ટકા નવા ચહેરાઓનો પણ સમાવેશ થઇ શકે છે. એક કે બે દિવસમાં કેબિનેટ કક્ષાના મંત્રીઓની શપથવિધિ યોજાય તેવા પણ સમાચારો મળી રહ્યા છે. હાલના ૨૨ મંત્રી પૈકી ૧૩ જેટલા મંત્રીઓનું પત્તુ કપાવવાની શક્યતાઓ છે. જ્યારે મંત્રીમંડળમાં નવા ૧૫ નામનો ઉમેરો પણ થઈ જશે તેવું પણ આધારભૂત સૂત્રો દ્વારા માહિતી મળી રહી છે.ભુપેન્દ્ર પટેલની ટીમમાં કોનો સમાવેશ થશે અને કોનો પત્તું કપાશે તે અંગેની રાજકીય ચર્ચાએ જોર પકડ્યુ છે.
સૂત્રોનું માનીએ તો, ગત સરકારના પાંચથી છ સિનિયર મંત્રીઓને પડતા મૂકવામાં આવશે. આ સાથે યુવા અને નવા ચહેરાઓને તક આપવામાં આવશે .રાજ્યમાં ૧૭મા મુખ્યમંત્રી બન્યા બાદ ભૂપેન્દ્ર પટેલ એક્શન મોડમાં દેખાઇ રહ્યા છે. ત્યારે ગુજરાતના નવા મંત્રીમંડળની શપથવિધિ કાર્યક્રમ પહેલા ૧૬મીએ ગુરૂવારે હતો પરંતુ તે વહેલો કરીને આજે જ યોજાય તેવી અટકળો તેજ બની છે. આજે સાંજ સુધીમાં રાજભવન ખાતે રાજ્યપાલ દેવવ્રત આચાર્ય નવા મંત્રીઓને શપથ લેવડાવશે તેવા સમાચાર મળી રહ્યા છે. ભાજપના તમામ ધારાસભ્યોને આજે જ ગાંધીનગર બોલાવી લેવામાં આવ્યા છે. ધારાસભ્યોને ગાંધીનગર બોલાવાતા આજ સાંજ સુધીમાં શપથવિધિ થાય તેવી અટકળો તેજ બની છે.
પરંતુ બીજી બાજુ શપથગ્રહણને લઈને ય્છડ્ઢ, પ્રોટોકોલ વિભાગને કોઈ સુચના હજી સુધી આપવામાં આવી નથી. જો કોઇ સમારોહ યોજાય તો આ વિભાગને પહેલા વ્યવસ્થા માટે જાણ કરવામાં આવે છે. જેના કારણે શપથગ્રહણ ક્યારે યોજાશે, આજે કે આવતીકાલે ગુરૂવારે યોજાશે તેને લઈને અસમંજસ યથાવત છે. સી.આર. પાટીલના નિવાસ્થાને ધારાસભ્ય અરૂણસિંહ રાણા, મોહન ઘોડિયા, પિયુષ દેસાઈ પણ પહોંચ્યા હતા.
Other News : પુરગ્રસ્ત વિસ્તારો માટે નવા સીએમ ભૂપેન્દ્રભાઇ પટેલની સંવેદના