તા.૧૩મીના રોજ બિન સચિવાલય કારકુન અને સચિવાલય સેવાના ઓફિસ આસિસ્ટન્ટ-વર્ગ-૩ના પરીક્ષા કેન્દ્ર નં.૩૯ કરમસદ ખાતે પરીક્ષા આપવાની રહેશે
આણંદ : ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ, ગાંધીનગર દ્વારા આગામી તા. ૧૩/૨/૨૦૨૨ને રવિવારના રોજ બપોરના ૧૨-૦૦ થી ૧૪-૦૦ કલાક દરમિયાન બિન સચિવાલય સેવાના કારકુન અને સચિવાલય સેવાના ઓફિસ આસિસ્ટન્ટ, વર્ગ-૩ સંવર્ગની લેખિત સ્પર્ધાત્મક પરીક્ષા ભાગ-૧ માટે આણંદ જિલ્લાના ઉમેદવારો કે જેઓનું પરીક્ષા કેન્દ્ર નં.૩૯, વીર વિઠ્ઠલભાઇ પટેલ હાઇસ્કૂલ (૧૪૭૬૭), બસ સ્ટેન્ડ પાસે, મુ. કરમસદ તા.જી. આણંદ છે.
આ ઉમેદવારોના પ્રવેશપત્રમાં ગામનું નામ છપાયેલ ન હોઇ આ કેન્દ્રમાં પરીક્ષા માટે ઉપસ્થિત રહેનાર ઉમેદવારોને પરીક્ષા આપવા માટે કરમસદ મુકામે સમયસર હાજર રહેવા આણંદના જિલ્લા શિક્ષણાધિકારીશ્રીએ એક યાદીમાં જણાવ્યું છે.
Other News : ખેડૂત પટેલ પરિવાર ઘરમાં સુતો રહ્યો અને તસ્કરોએ હાથ સાફ કર્યો : સોના-ચાંદી-ડોલરની ચોરી થતા ફરિયાદ