Charotar Sandesh
ચરોતર સ્થાનિક સમાચાર

હવે આડેધડ વાહન મુકતા પહેલા સાવધાની રાખજો : જિલ્લા અધિક કલેક્ટર દ્વારા જાહેરનામું પ્રસિધ્ધ

વાહનો ટોઈગ

ખેડા જિલ્લાના મુખ્ય મથક નડિયાદ બસ્ટેન્ડથી પાંચ કિલોમીટરની ત્રિજ્યાના વિસ્તારમા ટ્રાફીકને અડચણરૂપ વાહનો ટોઈગ કરવા અંગેનું જાહેરનામું જાહેર

આણંદ શહેરમાં પણ મુખ્ય ભરચક માર્ગો ઉપર પણ દબાણો હટાવી આ પ્રકારનું જાહેરનામું બહાર પાડવું જરૂરી બન્યું છે

નડિયાદ : શહેરમાં ભરચક વિસ્તારોમાં દબાણો વધારી દેતાં ધંધાદારીઓ સહિત આડેધડ પાર્કિંગ કરતા વાહનચાલકોથી રાહદારીઓને ઘણી તકલીફ પડતી હોય છે, જેને ધ્યાને લઈ મોટર વ્હીકલ એક્ટ-૧૯૮૮ કલમ-૧૨૭ હેઠળ ટ્રાફીકને અડચણ થતા વાહનો જેવા કે ટુ વ્હીલર, થ્રી વ્હીલર, ફોર વ્હીલર ( કાર, જીપ અને ટેમ્પો) ના વાહનો માલીકો વિરુધ્ધ પગલા ભરવા અંગેની પોલીસને મળેલ સત્તા અન્વયે ચેઈન કપ્પા સાથેની ક્રેઈનો (ટોઈગ વાન) ની સુવિધા મેળવી તદ અન્વયે વાહનો ટોઈગ કરી જરૂરી દંડ વસુલાત કરવાનું નક્કી કરવામાં આવેલ છે.

જેનો અમલ તા.૧૫-૦૬-૨૦૨૨ થી ૩૧-૧૨-૨૦૨૨ સુધી ખેડા જિલ્લાની હુકમતવાળા નડીયાદ વિસ્તારમાં જુદી-જુદી જગ્યાએથી ટ્રાફીકને અડચણરૂપ વાહનો ટોઈગ વાહનમાં ચડાવી ટોઈગ સ્ટેશન સુધી લઈ આવવાની કામગીરી કરવાની થતી હોઈ જથી નડીયાદ બસ સ્ટેન્ડથી પાંચ કિલોમીટરની ત્રિજ્યાના વિસ્તાર માટે જાહેરનામું પ્રસિધ્ધ કરવામાં આવ્યું છે.

શ્રી બી.એસ.પટેલ, જી.એ.એસ., અધિક જિલ્લા મેજિસ્ટ્રેટશ્રી ખેડા જિલ્લો, નડિયાદ ગુજરાત પોલીસ અધિનિયમ ૧૯૫૧ની કલમ-૩૩ (૧) (ગ) થી તેઓને મળેલ સત્તાની રૂઈએ નડીયાદ બસ સ્ટેન્ડથી પાંચ કિલોમીટરની ત્રિજ્યાના વિસ્તારમાં જયા પાર્કિગ કરવા પર પ્રતિબંધ હોય તે વિસ્તારમાં ટુ વ્હીલર, થ્રી વ્હીલર, ફોર વ્હીલર (કાર,જીપ અને ટેમ્પો) ને જાહેર સ્થળે છોડી દેવા કે પાર્કિગ કરવા પર પ્રતિબંધ ફરમાવેલ છે.

નડીયાદ બસ સ્ટેન્ડથી પાંચ કિલોમીટરની ત્રિજયાના વિસ્તારમાં તા.૧૫-૦૬-૨૦૨૨ થી ૩૧-૧૨-૨૦૨૨ સુધી આ કાર્યવાહી કરવામાં આવશે.

આ જાહેરનામાંના કોઈપણ ખંડનો ભંગ અથવા ઉલ્લંઘન કરનાર ધી મોટર વ્હીકલ એક્ટની કલમ-૧૨૭ હેઠળ શિક્ષાને પાત્ર થશે.

Other News : પોતાના પર હુમલો થવાની આશંકાના પગલે કોંગ્રેસ નેતા ભરતસિહ સોલંકીને પોલીસ દ્વારા સુરક્ષા અપાઇ

તસ્વીર : પ્રતિકાત્મક

Related posts

ગુજરાતી મીડિયા જગતના ભીષ્મ પિતામહ પત્રકાર મહેન્દ્ર શુક્લનું નિધન : ઘેરા શોકની લાગણી પ્રસરી…

Charotar Sandesh

ઉમરેઠ તાલુકા મથકમાં પ્રેસ ક્લબ ઓફ ઉમરેઠની સ્થાપના કરાઈ…

Charotar Sandesh

બાકરોલના સિદ્ધાર્થ રાવ હત્યા કેસમાં એસઓજીએ બે આરોપીઓની ધરપકડ કરી : હત્યાનો ભેદ ખુલ્યો…

Charotar Sandesh