સુરત : તહેવારોને ધ્યાને લઈ રાજ્યમાં દારૂ ઘુસાડવા બુટલેગરો દ્વારા અવનવા કીમિયાઓ અપનાવવામાં આવી રહ્યા છે, જેને લઈ સુરત શહેરમાં દારૂ ઘુસાડવા હવે બૂટલેગરો કુરિયરનો સહારો લઈ રહ્યા છે.
જેમાં સુરતના ભટારમાં ભૂલથી અજાણ્યાના એડ્રેસ પર દારૂનું પાર્સલ આવી જતાં બૂટલેગરોનો આ કીમિયો ખૂલી ગયો હતો. પાર્સલોમાં એડ્રેસ કારખાનેદારનું હતું. કુરિયરબોય કારખાનેદારના ઘરે ૧૨મીએ ૪ મોટાં પાર્સલ આપી ગયો હતો. આ પાર્સલો કારખાનેદારની પત્નીએ ખોલતાં એમાંથી ૧.૩૫ લાખની કિંમતનો ૯૬ બોટલ વિદેશી દારૂ મળી આવ્યો હતો. ભટાર ઉમાભવન ખાતે વાસુદેવ એપાર્ટમેન્ટમાં રહેતા અને સિલાઈનું ખાતું ચલાવતા અશોક દીપચંદ્ર ઝવરે તાત્કાલિક પોલીસને આ બાબતે જાણ કરી હતી.
બુટલેગરો દ્વારા પોલીસથી બચવા હવે ઘરે હોમ ડીલીવરી આપવા કુરીયરનો સહારો લેવામાં આવી રહ્યાનું બહાર આવતાં પોલીસે વધુ તપાસ હાથ ધરી છે
Other News : સુરત દુષ્કર્મ કેસમાં સૌથી ઝડપી ચુકાદો આપવામાં આવ્યો : આરોપીને આજીવનની સજા