Charotar Sandesh
વર્લ્ડ

ઓમિક્રોન : અનેક દેશો દ્વારા ફ્લાઈટ બંધ છતાં દુનિયામાં ઓમિક્રોનના કેસ વધ્યા

ઓમિક્રોન

વોશિંગ્ટન : દુનિયાભરમાં ઓમિક્રોન સ્વરૂપ સામે કોરોના વિરોધી રસીની ક્ષમતા અંગે ચિંતા ફેલાયેલી છે અને અનેક દેશોમાં લોકડાઉન સંબંધિ પ્રતિબંધો લાગુ કરવામાં આવે તેવી આશંકા ફેલાઈ છે. ઓમિક્રોન સ્વરૂપ અંગે અનેક દેશો દ્વારા ઉડ્ડયનો પર પ્રતિબંધ મુકાવા છતાં કોરોના વાઈરસનું આ સ્વરૂપ અનેક દેશોમાં ફેલાઈ ગયું હોવાનું મનાય છે.

બેલ્જિયમ, હોંગકોંગ, બોત્સવાના અને ઈઝરાયેલમાં આ વેરિઅન્ટના કેસ અગાઉ જ નોંધાઈ ચૂક્યા છે.દરમિયાન દુનિયામાં કોરોનાના નવા બે લાખ કેસ નોંધાયા હતા અને વધુ ૩,૧૭૫ દર્દીઓનાં મોત નીપજ્યાં હતા.

કોરોનાના કુલ કેસ ૨૬,૧૫,૫૩,૭૫૪ થયા હતા જ્યારે મૃત્યુઆંક ૫૨,૧૫,૮૩૭ થયો છે

દુનિયામાં અત્યાર સુધીમાં કોરોનાના કુલ ૨૩,૬૨,૫૪,૪૦૧ દર્દીઓ સાજા થઈ ગયા છે.દક્ષિણ આફ્રિકામાં મળી આવ્યાના કેટલાક જ દિવસમાં કોરોના વાઈરસનો નવો વેરિઅન્ટ ઓમિક્રોન યુરોપના અનેક દેશોમાં ફેલાઈ ગયો છે. પરિણામે દુનિયાભરની સરકારો આ વેરિઅન્ટને નિયંત્રિત કરવા માટે આકરાં પગલાં ઉઠાવવા મજબૂર થઈ ગઈ છે.

ઓમિક્રોનના ભયથી ન્યૂયોર્કમાં ઈમર્જન્સી જાહેર કરાઈ છે. વધુમાં વૈજ્ઞાાનિકોએ ઓમિક્રોનને અત્યંત ’ચિંતાજનક’ વેરિઅન્ટ ગણાવ્યો છે અને તેનાથી ’મહામારી ૨.૦’ વધવાનું જોખમ હોવાનું કહ્યું છે. નિષ્ણાતોની ચેતવણી પછી ન્યૂયોર્કમાં ઈમર્જન્સીની જાહેરાત કરાઈ છે. બ્રિટનમાં શનિવારે ઓમિક્રોન વેરિઅન્ટના બે કેસ સામે આવ્યા પછી દેશભરમાં માસ્ક પહેરવાનું ફરજિયાત કરાયું છે તેમજ આંતરરાષ્ટ્રીય પ્રવાસીઓના આગમન સંબંધિત નિયમો આકરા બનાવી દેવાયા છે.

વધુમાં બ્રિટનમાં આવનારા વિદેશી પ્રવાસીઓ માટે આરટી-પીસીઆર ટેસ્ટ અને રિપોર્ટ આવે ત્યાં સુધી આઈસોલેશનમાં રહેવાનું ફરજિયાત કરાયું છે. ઉપરાંત બ્રિટન બુસ્ટર ડોઝ માટે પણ અભિયાન શરૂ કરી રહ્યું છે. બ્રિટન પછી જર્મની અને ઈટાલીમાં પણ ઓમિક્રોનના કેસ નોંધાયા હોવાની પુષ્ટી થઈ છે.

યુરોપમાં બ્રિટન પછી જર્મની અને ઈટાલીમાં પણ ઓમિક્રોનના કેસ નોંધાયા છે. આફ્રિકન દેશ મોઝામ્બિકથી ઈટાલી પાછી ફરેલી એક વ્યક્તિ ઓમિક્રોનની ઝપેટમાં આવી હોવાનું જણાયું છે.

Other News : ISIS તરફથી ગૌતમ ગંભીરને સતત ત્રીજી વખત ઈમેઈલ દ્વારા ધમકી મળી

Related posts

બ્રિટન યુરોપિયન યુનિમાંથી બહાર થશે : બ્રેક્ઝિટ ડીલને સંસદની મંજૂરી…

Charotar Sandesh

પાકિસ્તાનઃ બલૂચિસ્તાનમાં બ્લાસ્ટ,ચાર પોલીસ જવાનોના મોત

Charotar Sandesh

અમેરિકામાં કોરોના બોમ્બ ફૂટ્યો : ડેલ્ટા વેરિયન્ટને કારણે ૨૪ કલાકમાં ૬૧ હજારથી વધુ કેસ નોંધાયા

Charotar Sandesh