અમદાવાદમાં આવતીકાલથી ડ્રાઈવ શરૂ કરવામાં આવશે, ફરીથી ઉભી રહેશે તો સામાન જપ્ત કરાશે
અમદાવાદ : રાજ્યમાં વડોદરા, રાજકોટ, ભાવનગર, જૂનાગઢ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા જાહેરમાં ઈંડા અને નોનવેજની લારીઓ ઉપર પ્રતિબંધ લાદવામાં આવેલ છે, ત્યારે અમદાવાદ શહેરમાં પણ આવતીકાલથી શહેરના મુખ્ય માર્ગો, ધાર્મિક સ્થાનો, લગ્ન હોલ સહિતની જગ્યાઓ ઉપર ઉભી રહેતી ઈંડા-નોનવેજની લારીઓ હટાવવા આદેશ આપવામાં આવેલ છે, જેને લઈ ડ્રાઈવ શરૂ કરવામાં આવશે.
આ અંગે મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલે જણાવેલ કે, નોનવેજ કે વેજનો પ્રશ્ન નથી, જેને જે ખાવું હોય તે ખાઈ શકે છે. લારીઓમાં વેચાતા ખાદ્ય પદાર્થ સ્વાસ્થ્ય માટે હાનિકારક ન હોવા જોઈએ. ટ્રાફિકને અડચણરૂપ હોય તે લારી મનપા ખસેડી શકે છે. લારીઓમાં વેજ કે નોનવેજનો કોઈ પ્રશ્ન નથી.
Other News : સુરતમાં તહેવાર બાદ કોરોનાએ ફરી માથું ઉંચક્યું : એક જ પરિવારના ૭ સભ્યો સંક્રમિત થતાં તંત્ર દોડતું થયું