Charotar Sandesh
ગુજરાત

તહેવારો પહેલાં ભડકો : કપાસિયા અને સિંગતેલના ભાવમાં ધરખમ વધારો ઝીંકાયો

તેલ
સિંગતેલ ડબાના ભાવમાં ૨૦ દિવસમાં ૯૫ રૂપિયાનો વધારો થયો

રાજકોટ : રાજકોટમાં ફરી સિંગતેલ અને કપાસિયા તેલના ભાવમાં વધારો થયો છે. અષાઢ મહિનાની શરૂઆત થતા જ હવે તહેવારોની સીઝન શરૂ થઈ ગઈ છે ત્યારે આવા ટાંણે લોકોના બજેટ પર મોંઘવારીનો માર ઝીંકાયો છે. એક તરફ પેટ્રોલ-ડીઝલમાં તોતિંગ ભાવવધારો અને બીજી તરફ હવે ખાદ્યતેલના ભાવ પણ આસામાને જઈ રહ્યાં છે.

રાજકોટ દરેક તેલના ભાવમાં ધરખમ વધારો ઝીંકાયો છે. તેલિયા રાજા સ્ટોક કરવા લાગતા ભાવમાં ધરખમ વધારો થયો છે. સાતમ-આઠમના તહેવારો પૂર્વે તેલના ભાવમાં રૂપિયા ૩૦ થી લઇને ૧૫૦ રૂપિયા સુધીનો વધારો નોંધાયો છે. સિંગતેલ ડબાના ભાવમાં ૨૦ દિવસમાં ૯૫ રૂપિયાનો વધારો થયો છે. તો કપાસિયા તેલના ભાવમાં ૨૦ દિવસમાં ૧૫૦ રૂપિયાનો ભાવવધારો ઝીંકાયો છે.

સિંગતેલનો ડબ્બો ફરી ૨૪૬૫ અને કપાસિયા તેલનો ડબ્બો ૨૪૦૦ રૂપિયાએ પહોંચ્યો છે. તો પામોલીન, સરરિયુ, સનફલાવર, કોર્ન ઓઇલ અને કોપરેલ તેલના ભાવમાં પણ વધારો નોંધાયો છે.

મે મહિનાના અંતમાં સિંગતેલના ભાવમાં મોટો ઘટાડો થયો હતો. જેથી લોકોને રાહત થઈ હતી. મે મહિનામાં ખાદ્યતેલના ભાવમાં ઘટાડો થતા ખાદ્યતેલમા વાયદા બજાર ખુલતાની સાથે જ કડાકો બોલાયો હતો. જેથી સિંગતેલના ડબ્બાના ભાવમાં ૫૦ રૂપિયાનો ઘટાડો થયો હતો.

તો કપાસિયા તેલના ભાવ ૩૦ રૂપિયા ઘટ્યા હતા. સિંગતેલ ડબ્બો ૨૫૦૦થી ૨૫૫૦ થયો હતો. જેના બાદ સતત ભાવ ઘટ્યા હતા. આ પાછળ ચીનની માંગ કારણભૂત છે. સીંગતેલમાં છેલ્લા કેટલાક સમયથી ચાઈના સાથેના વેપાર બંધ હતા.બીજી તરફ ઈમ્પોર્ટ તેલના ભાવ કાબુમાં આવ્યા હતા.તેની સાથે સાથે સીંગતેલના ભાવમાં ધટાડો જોવા મળ્યો હતો.

Other News : રાજ્યમાં મેઘરાજાની ધમાકેદાર બેટિંગ : ૧૧૧ તાલુકામાં વરસાદ ખાબક્યો

Related posts

વાલીઓને દાઝ્યા પર ડામ, ધો-1થી 12ના પાઠ્ય પુસ્તકોના ભાવમાં વધારો…જાણો ભાવ…

Charotar Sandesh

ગુજરાત યુનિ. દ્વારા યુજી-પીજીમાં ઓનલાઈન-ઓફલાઈન પદ્ધતિથી પરીક્ષા યોજાશે…

Charotar Sandesh

રાજ્યસભા ચૂંટણી બાદ ભાજપ સંગઠનમાં મોટા ફેરફારના એંધાણ…

Charotar Sandesh