UP : દેશમાં ૨૦૨૪ સુધીમાં રાજકારણને અસર કરનાર પાંચ રાજયોની વિધાનસભાની ચૂંટણીના પરિણામો જાહેર થઈ ગયા છે અને પાંચ માંથી ચાર રાજયો ફરીથી કબ્જે કરીને મોદી મેજીકનો સંકેત ઉપસી આવ્યો છે. ઉતરપ્રદેશ, ઉતરાખંડ, ગોવા તથા મણીપુરમાં બહુમતી સાથે ભાજપની સરકાર બનવાનું નિશ્ચિત બની ગયું છે.
સીએમ યોગી આદિત્યનાથ ફરી એક વાર પાંચ વર્ષ માટે સત્તા પર કબજો કરવાના છે. ઉત્તર પ્રદેશના ચૂંટણી પરિણામની અસર દેશમાં તો જોવા મળી જ રહી છે પરંતુ સાથે સાથે પાકિસ્તાનની પણ આ પરિણામો પર નજર છે. ચૂંટણી પરિણામોના રુઝાનમાં યુપીમાં યોગી આદિત્ય ફરી સત્તા પર આવતા પાકિસ્તાનથી પણ ઘણી પ્રતીક્રિયાઓ આવી રહી છે.
પાકિસ્તાનના રાજકિય વિશ્લેષણ મોશરફ જૈદીએ કહ્યું છે કે, યુપીમાં યોગી આદિત્યનાથ પરત આવી રહ્યા છે, તેથી હવે એ વાત નક્કી છે કે, ભારતની દિશા હવે બદલાવાની નથી
તેમણે તેમના ઓફિશિયલ ટિ્વટર એકાઉન્ટથી કરેલી ટિ્વટમાં લખ્યું છે કે, યુપીમાં યોગી આદિત્યનાથની જીતથી એક વાત નક્કી છે કે, ભારત હવે તેમનો હિન્દુત્વવાદીનો રસ્તો બદલવાનું નથી. આગામી દિવસોમાં સ્થિતિ વધારે ખરાબ થશે.
ઘણાં લોકો આ વિશે પહેલેથી ચેતવણી આપી રહ્યા છે. પાકિસ્તાને ૨૦૧૯ પછીના ભારતની સરખામણીએ વધુ દુસાહસી ભારત સાથે લડવા માટે તૈયાર રહેવું જોઈએ. વકાસ અહમદ નામના એક યુઝરે લખ્યું છે કે, વધુ એક સમસ્યા છે. જો જાતિવાદ વધશે તો તે દક્ષિણ અશિયાના બાકીના હિસ્સાઓમાં ફેલાશે. અમે તાજેતરમાં જ જોયુ છે કે, કેવી રીતે બાંગ્લાદેશમાં હિન્દુઓ પર કેસ ચાલ્યો હતો. આ બધી જગ્યાએ ફેલાઈ જશે અને અલ્પસંખ્યકોને ખૂબ મુશ્કેલીનો સામનો કરવો પડશે. હમ નામના પાકિસ્તાના એક ટિ્વટર એકાઉન્ટ પર પોસ્ટ કરવામાં આવી છે કે, ફાસીવાદનું જીવન વધારે સમય સુધી નથી હોતું.
ફિટાડો નામના પાકિસ્તાની ટિ્વટર હેન્ડલ પરથી ટિ્વટ કરવામાં આવ્યું છે કે, યુપી ચૂંટણીમાં બીજેપીની જબરજસ્ત જી પછી મુસ્લીમ વિરોધી યોગી આદિત્યનાથે નરેન્દ્ર મોદીના સંભવિત ઉત્તરાધિકારી તરીકે તેમની સ્થિતિ મજબૂત કરી લીધી છે.
Other News : ચાર રાજ્યોની ચૂંટણીમાં જીત બાદ PM મોદીનું સંબોધન – ‘આજે ઉત્સાહ અને ઉત્સવનો દિવસ છે’