ફિલ્મમાં ક્રિવેટીવીટી જોરદાર છે, કંઈ વિવાદિત દ્રશ્યો નથી, આ સુપર ડુપર હિટ ફિલ્મ છે : દર્શકો
વડોદરા : દેશભરમાં શાહરૂખખાનની ફિલ્મ પઠાનને લઈ ભારે વિવાદ સર્જાયો હતો, ત્યારે આજે આ ફિલ્મ દેશભરના સિનેમાઘરોમાં રિલીઝ થઈ છે, જેને લઈ ગુજરાતમાં ચુસ્ત પોલિસ બંદોબસ્ત ગોઠવી દેવાયો હતો.
વડોદરા, અમદાવાદ, સુરત સહિત ગુજરાતમાં પઠાણ ફિલ્મને લઈ દર્શકોમાં ઉત્સાહ જોવા મળ્યો હતો અને ભરપેટ વખાણ કર્યા હતા કે આ ફિલ્મની ક્રિવેટીવીટી જોરદાર છે અને કંઈ વિવાદિત દ્રશ્યો નથી, સલમાન-શાહરૂખની જોડી સુપર ડુપર હિટ રહી છે.
વધુમાં થોડા દિવસ અગાઉ સુરતમાં કેટલાક યુવાનોએ પઠાણ ફિલ્મની સ્ટેન્ડી, મોટા બેનરો ફાડી તોડફોડ કરવામાં આવેલ, જેમાં પોલીસે કાયદાનું ભાન કરાવી રાયોટિંગનો ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરેલ હતી.
Other News : ગુજરાતના નવા અધિક મુખ્ય સચિવ તરીકે આઈએએસ રાજકુમારની નિમણૂક