Charotar Sandesh
ઈન્ડિયા ક્રાઈમ

અત્તરના વેપારી પિયુષ જૈન પાસે ૧૦૦૦ કરોડની સંપત્તિ : કાર્યવાહીમાં ૨૫૭ કરોડની રોકડ અને ૧૨૫ કિલો સોનું ઝડપાયું

વેપારી પિયુષ જૈન

૬૦ કલાકના સર્ચ ઓપરેશનમાં ઘરની દિવાલોમાંથી સોનુ અને જમીનમાંથી નોટોના બંડલ મળી આવ્યા

કન્નોજમાં પર્ફ્યૂમના વેપારી પીયૂષ જૈનની કાનપુરમાંથી ધરપકડ

કાનપુરથી લઈને દુબઈ સુધી પ્રોપર્ટી ધરાવતો જૈન ચલાવે છે માત્ર બાઈક : જીવન પણ સાદુ જીવે છે

યુપી : ઉત્તરપ્રદેશના કન્નોજમાં પર્ફ્યૂમના વેપારી પીયૂષ જૈનની કાનપુરમાંથી ધરપકડ કરવામાં આવી છે. જીએસટી ઈન્ટેલિજન્સે આ કાર્યવાહી કરી છે. જૈનને કરચોરીના આરોપમાં સીજીએસટી એક્ટની કલમ ૬૯ હેઠળ ધરપકડ કરવામાં આવી છે. અત્યાર સુધીમાં જે દરોડા પાડવામાં આવ્યા છે તેમા રૂપિયા ૨૫૭ કરોડની રોકડ અને જ્વેલરી મળી આવી છે.

જીએસટીના વિજીલન્સ ટીમના સતત ૬૦ કલાકથી સર્ચ ઓપરેશન ચલાવી રહી છે, આ દરમિયાન કાર્યવાહીમાં ઓફિસરોએ ઉંઘ પણ લીધી નથી.

ગુરુવારે જીએસટી ઈન્ટેલિન્સ વિભાગ એટલે કે ડીજીજીઆઈ તથા આવક વેરા વિભાગની ટીમે કન્નોજના પરફ્યુમના વેપારી પીયૂષ જૈનના કાનપુર સ્થિત ઘર પર દરોડા પાડ્યા હતા. તે સમયે અલમારીયોમાંથી એટલા બધા પૈસા મળ્યા હતા કે નોટ ગણવા માટે મશીન લાવવા પડ્યા હતા. કુલ આઠ મશીનો મારફતે પૈસા ગણવામાં આવ્યા હતા.

Other News : મોદી સરકારે બૂસ્ટર ડોઝનું મારું સૂચન સ્વીકાર્યું : કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી

Related posts

એર ઇન્ડિયાનું ૧૦૦ ટકા ખાનગીકરણ કરાશે, સરકાર પાસે કોઇ વિકલ્પ નથી : હરદીપસિંહ પુરી

Charotar Sandesh

દેશમાં કુલ કોરોના કેસ ૯૬ લાખને પાર : મૃત્યુઆંક ૧.૪૦ લાખથી વધુ…

Charotar Sandesh

૨૦૨૪ સુધી કોંગ્રેસના અધ્યક્ષ તરીકે સોનિયા ગાંધી યથાવત્‌ રહે તેવી શક્યતા

Charotar Sandesh