Charotar Sandesh
ઈન્ડિયા

PM કેર ફંડને NDRFમાં ટ્રાન્સફર કરવાના આદેશ આપી શકતા નથી : SC

સુપ્રીમે પીએમ કેર્સ ફંડને એનડીઆરએફમાં ટ્રાન્સફર કરવાની માગ ફગાવી

પીએમ કેર ફંડ ચેરિટી ફંડ નથીઃ સુપ્રિમ

ન્યુ દિલ્હી : સુપ્રીમ કોર્ટે પીએમ કેર્સ ફંડને એનડીઆરએફમાં ટ્રાન્સફર કરવાની માગ ફગાવી દેવાઈ છે. અરજીકર્તાઓને સુપ્રીમ કોર્ટમાંથી આંચકો લાગ્યો છે.
સુપ્રીમ કોર્ટે પોતાના નિર્ણયમાં કહ્યુ કે પીએમ કેર્સ ફંડ પણ ચેરિટી ફંડ જ છે. રકમ ટ્રાન્સફર કરવાની જરૂર નથી. સુપ્રીમ કોર્ટે સ્પષ્ટ કહ્યુ છે કે કોઈ પણ વ્યક્તિ અથવા સંસ્થા એનડીઆરએફમાં રકમ દાન કરી શકે છે.
સુપ્રીમ કોર્ટે કહ્યુ કે નવેમ્બર ૨૦૧૯માં બનાવવામાં આવેલી એનડીઆરએફ કોરોના સંકટથી ઉકેલ માટે પર્યાપ્ત છે. કોઈ નવુ એક્શન પ્લાન ન્યુનતમ માનાંકોને અલગ કરવાની જરૂર નથી.
અરજીકર્તા એનજીઓ, સેન્ટર ફૉર પબ્લિક ઈન્ટરેસ્ટ લિટિગેશને દાવો કર્યો હતો કે ડીએમ એક્ટ હેઠળ કાનૂની આદેશનું ઉલ્લંઘન કરતા પીએમ કેર્સ ફંડ બનાવવામાં આવ્યુ હતુ. અરજીમાં કહેવામાં આવ્યુ હતુ કે ડીએમ એક્ટ અનુસાર ડિઝાસ્ટર મેનેજમેન્ટ માટે કોઈ પણ વ્યક્તિ અથવા સંસ્થા દ્વારા આપવામાં આવેલુ કોઈ પણ દાન અનિવાર્ય રીતે એનડીઆરએફને ટ્રાન્સફર કરવુ જોઈએ.
કેન્દ્ર સરકારે ૮ જુલાઈએ સુપ્રીમ કોર્ટ સમક્ષ દાખલ પોતાના સોગંદનામામાં આ તર્કને ફગાવી દીધો હતો. સરકારે કહ્યુ હતુ કે પીએમ કેર્સ ફંડ રાહત કાર્ય કરવા માટે સ્થાપિત એક ખજાનો છે અને અતિતમાં આ રીતે કેટલાક આવા ખજાના બનાવી ચૂકાયા છે.

Related posts

લો બોલો, વેક્સિન મુદ્દે પંજાબ સરકારનું એલાન, આખું ગામ રસી લઇ લે તો ઇનામ રૂ. ૧૦ લાખ…

Charotar Sandesh

અમેરિકા-ઇરાન વચ્ચે યુદ્ધના ભણકારા : ભારતનો કરોડોનો વ્યાપાર ઠપ્પ…

Charotar Sandesh

કર્ણાટક કોર્ટનો નિર્ણય ન આવે ત્યાં સુધી સ્કુલ-કોલેજમાં હિજાબ સાથે નો એન્ટ્રી

Charotar Sandesh