Charotar Sandesh
ગુજરાત

અમદાવાદમાં PM મોદીનો વન-મેન શો : રોડ શોમાં મોટી સંખ્યામાં લોકો જોડાયા

PM મોદી

અમદાવાદ : વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો અમદાવાદમાં મેરેથોન રોડ-શો યોજાયો હતો જેમાં મોટી સંખ્યામાં લોકો ઉમટી પડયા હતાં અને મોદી મોદીના સુત્રોચ્ચાર કર્યા હતાં. આ રોડ શો બાપુનગરથી આગળ ખોડિયારનગર થઈ વિરાટનગર ચાર રસ્તા તરફ રવાના થયો છે.

નરોડાથી શરુ થયેલો આ રોડ શો અગાઉ કૃષ્ણનગર થઈ હીરાવાડી અને ત્યાંથી શ્યામશિખર ચાર રસ્તા પહોંચ્યો હતો. અહીં PM Modiનો કાફલો અટક્યો હતો અને PM મોદીએ સરદાર પટેલની પ્રતિમાને પૂષ્પ અર્પણ કર્યા હતા. અહીંથી મોદીનો રોડ-શો નિર્ધારિત રુટ પર બાપુનગર અને ત્યાંથી ખોડિયારનગર ચાર રસ્તા તરફ રવાના થયો હતો. આ રોડ-શોમાં છેકથી છેક સુધી રોડની બંને તરફ અમદાવાદીઓ ઉમટી પડ્યા હતાં

અગાઉ જાણે PM મોદીના Road-શોનું ઘેલું લાગ્યું હોય તેમ તેઓ રીતસર વડાપ્રધાનનો કાફલો પસાર થયા બાદ પાછળ દોડતા જોવા મળ્યા હતા.

બીજા તબક્કાની બેઠકો માટે પીએમ મોદી દ્વારા પ્રચાર અને પ્રસાર કરવામાં આવી રહ્યો છે

PM મોદીએ આજે અગાઉ કાલોલ અને હિંમતનગરમાં જાહેર સભા યોજી હતી. મોદી આ રોડ-શોમાં અમદાવાદની રથયાત્રા જેટલો લાંબો રૂટ કવર કર્યો હતો રથયાત્રાનો કુલ ૩૪ કિમીનો રૂટ છે અને અત્યારસુધીનો ગુજરાતમાં નરેન્દ્ર મોદીનો આ સૌથી લાંબો રોડ શો છે. આ પહેલાં તેમણે સુરતમાં ૩૦ કિમીનો Road Show યોજાયો હતો.

Other News : વંદે ભારત ટ્રેનને ફરી નડ્યો અકસ્માત : રખડતા પશુને કારણે ટ્રેનને પહોંચ્યું નુકશાન

Related posts

‘રાજકીય પાર્ટીમા આવ-જાવ રહે, કોંગ્રેસ પાર્ટીનું ધ્યાન રાખે : રૂપાલા

Charotar Sandesh

રાજ્યના વિવિધ વિસ્તારોમાં સવારે ધુમ્મસનું રાજ, વાહનચાલકોને મુશ્કેલી…

Charotar Sandesh

રાજ્યમાં ચાર વર્ષથી વધુ શાસન કરનારા પાંચમા મુખ્યમંત્રી બનશે વિજય રૂપાણી…

Charotar Sandesh