વડાપ્રધાનશ્રીના હસ્તે ગણદેવી તાલુકાના ખારેલમાં નવનિર્મિત ‘નાયક એજ્યુકેશન એન્ડ સ્કિલીંગ સેન્ટર ઓફ એક્સલન્સ’નું વર્ચ્યુઅલ ઉદ્દઘાટન
નવસારી : PM નરેન્દ્રભાઇ મોદીએ જણાવ્યું છે કે, ગુજરાતમાં હેલ્થ ઇન્ફ્રાસ્ટ્રક્ચર અને હેલ્થ ઇન્ડિકેટર્સ સતત બહેતર બની રહ્યા છે. નીતિ આયોગના ત્રીજા સસ્ટેનેબલ ડેવલોપમેન્ટ ગોલ ઇન્ડેક્ષ મુજબ ‘ગુડ હેલ્થ એન્ડ વેલ બિઇંગ’માં ગુજરાત દેશમાં પ્રથમ સ્થાને છે.
વડાપ્રધાનશ્રીએ નવસારી ખાતે નિરાલી મેમોરિયલ મેડિકલ ટ્રસ્ટ દ્વારા નવનિર્મિત ૫૦૦ બેડની નિરાલી મલ્ટીસ્પેશિયાલિટી હોસ્પિટલ તથા એ.એમ.નાયક હેલ્થકેર કેમ્પસનું ઉદ્દઘાટન કર્યું હતું.
આરોગ્યનું અમૃત્ત પૂરૂ પાડતી નિરાલી હોસ્પિટલ ‘નિરાલીથી નિરામય’ની ભાવના સાકાર કરશે : મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલ
CM ભૂપેન્દ્ર પટેલની ઉપસ્થિતિમાં વડાપ્રધાનશ્રીએ ગણદેવી તાલુકાના ખારેલમાં ‘નાયક એજ્યુકેશન એન્ડ સ્કિલીંગ સેન્ટર ઓફ એક્સલન્સ’નો ડિજીટલી પ્રારંભ કરાવ્યો હતો. તેમણે નિરાલી મેમોરિયલ મેડિકલ ટ્રસ્ટ (NMMT) દ્વારા આઠ એકરમાં પથરાયેલા એ.એમ.નાયક હેલ્થકેર કેમ્પસ તેમજ કેન્સર હોસ્પિટલની મુલાકાત લઈને અહીં ઉપલબ્ધ અત્યાધુનિક આરોગ્ય સુવિધા અને સંસાધનોનું નિરીક્ષણ કર્યું હતું.
લાર્સન એન્ડ ટૂબ્રોના ગ્રુપ ચેરમેન અને નિરાલી મેમોરિયલ મેડિકલ ટ્રસ્ટના સ્થાપક પદ્મવિભૂષણ શ્રી એ.એમ.નાયકે વડાપ્રધાનશ્રીને હેલ્થકેર કેમ્પસની ભૂમિકા અને કામગીરીથી માહિતગાર કર્યા હતા.
Advocate Mukesh Danak – Mo. 72260 11144
Other News : PM નરેન્દ્ર મોદીએ નવસારીના ખૂડવેલ ગામે રૂ. ૩૦પ૦ કરોડના વિવિધ વિકાસ કામોના લોકાર્પણ-ખાતમૂર્હત સંપન્ન કર્યા