પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીનો આજે 70મો જન્મદિવસ છે. ભારતીય જનતા પાર્ટીએ આ માટે ખાસ તૈયારીઓ કરી છે. આ અવસરે ભાજપે સેવા સપ્તાહનો શુભારંભ કર્યો…
નવી દિલ્હી : પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીનો આજે 70મો જન્મદિવસ છે. ભારતીય જનતા પાર્ટીએ આ માટે ખાસ તૈયારીઓ કરી છે. આ અવસરે ભાજપે સેવા સપ્તાહનો શુભારંભ કર્યો છે. જે 14 થી 20 સપ્ટેમ્બર સુધી ચાલશે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના જન્મદિવસ પર આયોજિત સેવા સપ્તાહમાં મંડળથી લઈને બૂથ સ્તરની દરેક શાખાના કાર્યકરો પોત પોતાના સ્થાનો પર સેવાના અલગ અલગ કામ કરશે. આ અંગે પાર્ટી અધ્યક્ષ જેપી નડ્ડાએ જણાવ્યું કે ભલે તે હોસ્પિટલમાં ફળ વિતરણ હોય, બાળકોને પુસ્તક ઉપલબ્ધ કરાવવાનું હોય, રક્તદાન જેવા અનેક કાર્યો કરવામાં આવશે.
14મીથી 20 સપ્ટેમ્બર સુધી ચાલનારા આ દેશવ્યાપી સેવા સપ્તાહ અભિયાન હેઠળ જેપી નડ્ડાએ તમામ સંઘટનાત્મક શાખાઓ અને કાર્યકર્તાઓને અલગ અલગ સેવા ગતિવિધિઓ આયોજિત કરવાનો નિર્દેશ આપ્યો છે.
આ અગાઉ મંગળવારે ભાજપ કેન્દ્રીય કાર્યાલય પર પ્રધાનમંત્રીના 70મા જન્મદિવસના અવસરે આયોજિત સેવા સપ્તાહના પ્રદરશનનો શુભારંભ કરાયો. આ અવસરે પાર્ટી અધ્યક્ષ જેપી નડ્ડાએ કહ્યું કે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના જીવનમાંથી પ્રેરણા લઈને ભાજપના દરેક કાર્યકર જનસેવાના કાર્યમાં તત્પરતાથી લાગેલો છે.
નડ્ડાએ સોમવારે યુપીના ગૌતમબુદ્ધ નગરમાં સેવા સપ્તાહનો શુભારંભ કર્યો હતો. આ દરમિયાન તેમણે પીએમ મોદીના વિકાસકાર્યોનો ઉલ્લેખ કર્યો. તેમણે કહ્યું કે પીએમ પદે રહીને નરેન્દ્ર મોદીએ ભારતનું નામ દુનિયામા રોશન કર્યું છે. કોરોના જેવા મુશ્કેલ સમયમાં પીએમ મોદીએ ગરીબ, મજૂરો, ખેડૂતો અને શ્રમિકો માટે રાશનથી લઈને આર્થિક મદદના કામ કર્યા છે. નડ્ડાએ કહ્યું કે પીએમ મોદીએ સેવાભાવથી કામ કર્યા છે.