Charotar Sandesh
ઈન્ડિયા

વડાપ્રધાન મોદીએ કિસાન સન્માન નિધિ અંતર્ગત ખેડૂતોને નવમો હપ્તો જાહેર કર્યો

પીએમ મોદીએ કિસાન સન્માન નિધિ
સરકાર ખેડૂતોને નવી આવક-ટેકનોલોજી આપવા પ્રતિબદ્ધ : મોદી

ન્યુ દિલ્હી : પીએમ મોદીએ કિસાન સન્માન નિધિનો નવમો હપતો જાહેર કરી દીધો છે. પીએમ મોદીએ આજે ૯માં હપતાના પૈસા જારી કરી દીધા છે. દેશના ૯.૫ કરોડ ખેડૂતોના ખાતામાં પૈસા ટ્રાન્સફર કરવામાં આવ્યા છે. આ હપતામાં સરકારે ૧૯૫૦૦ કરોડ રૂપિયા જાહેર કર્યા છે.

આ યોજનામાં સરકાર ખેડૂતોના ખાતામાં વાર્ષિક ૬૦૦૦ રૂપિયા ટ્રાન્સફર કરે છે. પીએમ મોદીએ આ દરમિયાન કહ્યું કે, ’આજે કિસાન સન્માન નિધિ યોજના હેઠળ ૯.૭૫ કરોડ ખેડૂતોને ૧૯,૫૦૯ કરોડ રૂપિયાની સન્માન રકમ સીધી તેમના બેંક ખાતામાં ટ્રાન્સફર કરવામાં આવી.

તેમણે કહ્યું કે, ’હવેથી કેટલાક દિવસ પછી જ ૧૫ ઑગષ્ટ આવવાની છે. આ વખતે દેશ પોતાનો ૭૫મો સ્વતંત્રતા દિવસ મનાવવા જઈ રહ્યો છે. આ મહત્વપૂર્ણ પડાવ આપણા માટે ગૌરવનો તો છે જ, આ નવા સંકલ્પો, નવા લક્ષ્?યોનો પણ અવસર છે. આ અવસર પર આપણે નક્કી કરવાનું છે કે આવનારા ૨૫ વર્ષોમાં આપણે ભારતને ક્યાં જોવા ઇચ્છીએ છીએ.’

પીએમ મોદીએ કહ્યું કે, ’દેશ જ્યારે આઝાદીના ૧૦૦ વર્ષ પૂર્ણ કરશે, ૨૦૪૭માં ત્યારે ભારતની સ્થિતિ શું હશે, આ નક્કી કરવામાં આપણી ખેતી, આપણા ખેડૂતોની ઘણી મોટી ભૂમિકા છે. આ સમય ભારતની ખેતીને એક એવી દિશા આપવાનો છે, જે નવા પડકારોનો સામનો કરી શકે અને નવા અવસરોનો લાભ ઉઠાવી શકે.

આ સાથે પીએમ મોદીએ કહ્યું કે, ’કેટલાક વર્ષ પહેલા જ્યારે દેશમાં દાળોની ઘણી તંગી થઈ ગઈ હતી, તો મેં દેશના ખેડૂતોને દાળ ઉત્પાદન વધારવા માટે આગ્રહ કર્યો હતો. મારા એ આગ્રહને દેશના ખેડૂતોએ સ્વીકાર કર્યો. પરિણામ આવ્યું કે, ૬ વર્ષમાં દેશમાં દાળના ઉત્પાદનમાં લગભગ ૫૦ ટકાનો વધારો થયો છે.

Other News : ગુજરાતમાં આ જિલ્લામાં ડેલ્ટા વેરિએન્ટના બે શંકાસ્પદ કેસ નોંધાતા હાહાકાર

Related posts

ઇરફાન ખાન સાથે કામ કરવાની ઉત્કટ ઇચ્છા હતીઃ કરીના

Charotar Sandesh

કોંગ્રેસના રાષ્ટ્રીય અધ્યક્ષ માટે મતદાન : કોંગ્રેસ નેતા મલ્લિકાર્જુન ખડગે અને શશિ થરૂર વચ્ચે ચુંટણી યોજાઈ

Charotar Sandesh

નવા કેલેન્ડર વર્ષથી ૧૦૦ કરોડથી વધુ ટર્નઓવર ધરાવતી કંપનીઓ માટે ઇ-ઇનવોઇસ અનિવાર્ય…

Charotar Sandesh