Charotar Sandesh
ચરોતર સ્થાનિક સમાચાર

આણંદ જિલ્લામાં ગણેશ મહોત્સવને લઈ આ પ્રકારથી મૂર્તિઓ ખરીદવા-બનાવવા અને વેચાણ કરવા પર પ્રતિબંધ

ગણેશ મહોત્‍સવ (ganesh mahotsav anand)

આણંદ : આગામી તા. ૧૦/૯/૨૧ થી તા.૧૯/૯/૨૦૨૧ સુધી જિલ્‍લામાં ગણેશ મહોત્‍સવના તહેવારની ઉજવણી કરવામાં આવનાર છે. ગણેશ મહોત્‍સવ દરમિયાન ગણેશજીની મૂર્તિઓની સ્‍થાપના કરવામાં આવે છે અને સ્‍થાપના બાદ તમામ મૂર્તિઓને પ્રચલિત રીત-રિવાજ મુજબ નદી, તળાવમાં વિસર્જન કરવામં આવે છે. સામાન્‍ય રીતે આવી મૂર્તિઓ પ્‍લાસ્‍ટર ઓફ પેરિસમાંથી બનાવવામાં આવે છે. જેમાં કેમિકલયુકત રંગોનો ઉપયોગ કરવામાં આવતો હોય છે.

પ્‍લાસ્‍ટર ઓફ પેરિસ તથા કેમીકલયુકત રંગોથી મૂર્તિઓ બનાવવા અને વેચાણ કરવા પર પ્રતિબંધ

આવી મૂર્તિઓને પાણીમાં વિસર્જન કરવાથી પાણીજન્‍ય જીવો નાશ પામી શકે છે તેમજ કેમિકલયુકત પાણી પર્યાવરણને નુકશાન પહોંચાડી શકે છે

તે હેતુસર આણંદના જિલ્‍લા મેજિસ્‍ટ્રેટ શ્રી મનોજ દક્ષિણીએ ફોજદારી કાર્યરીતિ અધિનિયમ-૧૯૭૩ની કલમ-૧૪૪થી મળેલ સત્તાની રૂઇએ સમગ્ર આણંદ જિલ્‍લાના મહેસુલી વિસ્‍તારમાં મૂર્તિઓની બનાવટમાં કુદરતી વસ્‍તુઓનો, ધાર્મિક રીતે પ્રણાલિકાગત ચીકણી માટીનો ઉપયોગ કરવા, ભઠ્ઠીમાં શેકેલી ચીકણી માટી કે પ્‍લાસ્‍ટર ઓફ પેરિસનો ઉપયોગ ન કરવા, મૂર્તિઓની બનાવટમાં મૂર્તિઓ પાણીમાં સહેલાઇથી શકે તેવી બિનઝેરી કુદરતી રંગોનો જ ઉપયોગ કરવા, ઝેરી કે ઉતરતી કક્ષાના રસાયણ કે કેમિકલયુકત રંગોથી મૂર્તિને કલર ન કરવા, મૂર્તિઓની બનાવટમાં ઘાસ, લાકડા, બાંબુને બાંધ નડશે નહીં, મૂર્તિઓની ઉંચાઇ બેઠક સહિત ૯ ફૂટ કરતાં વધારે ન હોવી જોઇએ, મૂર્તિકારો જે જગ્‍યાએ મૂર્તિઓ બનાવે છે.

તે જગ્‍યાની આજુબાજુમાં ગંદકી કરવી, મૂર્તિકારો મૂર્તિઓનું વેચાણ થયા બાદ વધેલી ખંડિત મૂર્તિઓને બિનવારસી હાલતમાં છોડી જવી, મૂર્તિની બનાવટમાં બીજા ધર્મના લોકોની લાગણી દુભાય તેવા કોઇ ચિન્‍હો કે નિશાનીવાળી મૂર્તિઓ બનાવવા, ખરીદવા તથા વેચાણ કરવી જેવા કૃત્‍યો કરવા પર પ્રતિબંધ ફરમાવતો હુકમ કર્યો છે.

આ હુકમનો અમલ તાત્‍કાલિક અસરથી અમલમાં આવે તે રીતે સમગ્ર આણંદ જિલ્‍લાના મહેસુલી વિસ્‍તારમાં તા. ૧૯/૯/૨૦૨૧ સુધીમાં અમલમાં રહેશે. આ હુકમનો ભંગ અથવા ઉલ્‍લંઘન કરનાર ભારતીય ફોજદારી કાર્યરીતિ અધિનિયમ-૧૯૭૩ (સને ૧૮૬૦નો અધિનિયમ-૪૫)ની કલમ-૧૮૮ હેઠળ શિક્ષાને પાત્ર થશે.

Other News : ચરોતર ઈંગ્લીશ મીડીયમ સ્કુલ આણંદમાં “જન્માષ્ટમી પર્વ” ની ઉજવણી

Related posts

આણંદમાં વાહન ચેકિંગ દરમ્યાન પોલીસ સામે રોફ જમાવી ધાક-ધમકી આપનાર બે શખ્સોની અટકાયત કરાઈ

Charotar Sandesh

વડોદરા જળબંબાકાર : ગોત્રી, ન્યૂ વીઆઇપી રોડ, સયાજીગંજ, કારેલીબાગ સહિત અડધું શહેર પાણીમાં…

Charotar Sandesh

દર વર્ષની જેમ અનોખી રીતે થર્ટી ફસ્ટની ઉજવણી કરતા આણંદના કાઉન્સીલર ડો.પલક વર્મા

Charotar Sandesh