ન્યુઝીલેન્ડ : ન્યૂઝીલેન્ડ ટેસ્ટ સિરીઝ માટે ૧૬ ખેલાડીની યાદી બહાર પાડી દીધી છે, જેમાં અજિંક્ય રહાણે પહેલી મેચમાં કેપ્ટનશિપ કરશે, જ્યારે ચેતેશ્વર પૂજારા આ મેચમાં વાઈસ-કેપ્ટન રહેશે.
ઉલ્લેખનીય છે કે વિરાટ કોહલી આરામ કરી રહ્યો હોવાથી T-20 સિરીઝ અને પહેલી મેચ નહીં રમે. તે બીજી મેચથી ટેસ્ટ કેપ્ટન તરીકે ટીમમાં પરત ફરશે.
રોહિત શર્માને T-20 કેપ્ટન તરીકે પસંદ કર્યા પછી BCCI તેને ટેસ્ટ સિરીઝમાંથી આરામ આપશે
ઉલ્લેખનીય છે કે વર્લ્ડ કપમાં બાયો-બબલને કારણે ઘણા ખેલાડીઓ વર્કલોડ મુદ્દે ટકોર કરી રહ્યા હતા, જેથી હવે BCCI સમયાંતરે રજા અને કેપ્ટનશિપને ધ્યાનમાં રાખી આગળ કાર્ય કરી રહ્યું છે. ટેસ્ટ ટીમમાં બોલિંગ સાઈડનું જોવા જઈએ તો ઈશાંત શર્માની સાથે ઉમેશ યાદવ, મોહમ્મદ સિરાજ અને પ્રસિદ્ધ કૃષ્ણાને તક મળી છે.
NZ વિરુદ્ધ ઈન્ડિયન ટેસ્ટ સ્ક્વોડના ખેલાડીની યાદી અજિંક્ય રહાણે (કેપ્ટન), કે.એલ.રાહુલ, મયંક અગ્રવાલ, ચેતેશ્વર પૂજારા (વાઈસ-કેપ્ટન), શુભમન ગિલ, શ્રેયસ અય્યર, ઋદ્ધિમાન સાહા(વિકેટકીપર), કે.એસ.ભરત (વિકેટકીપર), રવીન્દ્ર જાડેજા, રવિચંદ્રન અશ્વીન, અક્ષર પટેલ, જયંત યાદવ, ઈશાંત શર્મા, ઉમેશ યાદવ, મોહમ્મદ સિરાજ, પ્રસિદ્ધ કૃષ્ણા.
Other News : શાહરુખ વર્ષે બોડિગાર્ડ રવિસિંહને ૨.૭ કરોડ રૂપિયા પગાર ચૂકવે છે