Charotar Sandesh
ગુજરાત વર્લ્ડ

માંડવી તાલુકાના નાના ગામની પુત્રવધુ ન્યુજર્સીમાં પ્રથમ ભારતીય જજ બની

ભારતીય મહિલા ન્યાયાધિશ

USA : ગુજરાતના મૂળ માંડવી તાલુકાના નાનકડા શેરડી ગામના અને લાંબા સમયથી અમેરિકા સ્થાયી થયેલા અગ્રણીનાં પુત્રવધૂએ ન્યૂજર્સીમાં પ્રથમ ભારતીય મહિલા ન્યાયાધિશ બનવાનું બહુમાન મેળવ્યું છે.

પ્રાપ્ત માહિતી અનુસાર, પાંચ દાયકા પહેલાં મુંબઇ બાદમાં ધંધાર્થે અમેરિકામાં સ્થાયી થયેલા શેરડી ગામના દેવજીભાઇ દેઢિયાનાં પુત્રવધૂ દીપ્તિબેન સચિન દેઢિયા તાજેતરમાં ન્યૂજર્સી ખાતે મ્યુનિસિપલ કોર્ટના જજ બન્યાં છે. નિયુક્તિ બાદ પ્રતિભાવ આપતાં તેમણે કહ્યું હતું કે આગામી સમયમાં પણ સમાજ આવી જ રીતે મહિલાઓને પ્રોત્સાહિત કરતો રહેશે તેવી આશા છે. અમેરિકામાં વસતા ભારતીયો દિવાળી, નવરાત્રિ અને હોળી સહિતના ઉત્સવો ઉમંગ ભેર ઊજવે છે. તેમનાં માતા ન્યૂજર્સીના એડિસન શહેરમાં રિટેઇલ વ્યવસાય શરૂ કરનારા પ્રથમ મહિલા હતાં તો સાસુ પણ ગેસ્ટ હાઉસ ચલાવનારા પ્રથમ મહિલા હતાં.

શેરડીના ઉપસરપંચ નારણભાઇ સંઘારે જણાવ્યું હતું કે પ્રથમ ભારતીય મહિલા જજનું બહુમાન મેળવનારા દીપ્તિબેનના નાના-નાની માંગરોળના વતની છે તેઓ પણ લાંબા સમયથી કેન્યા બાદ લંડનમાં સ્થાયી થયાં હતાં.

  • Nilesh Patel

Other News : જયરાજસિંહ પરમારે વિધિવત ભાજપનો કેસરીયો ધારણ કર્યો, ૧ હજારથી વધુ સમર્થકો હાજર રહ્યા

Related posts

વડાપ્રધાને કેશુબાપા તથા કનોડિયા બંધુઓને શ્રદ્ધાંજલિ અર્પી પરિવારને સાંત્વના આપી…

Charotar Sandesh

રાજ્યમાં વૅક્સીન લેનારાની સંખ્યા ૨ લાખને પાર, કોઈને ગંભીર આડ અસર નહિ…

Charotar Sandesh

સરદાર સરોવરમાં ૬૭.૮૯ ટકા પાણી, ૩૭ જળાશયો ૫૦ ટકા સુધી ભરાયા…

Charotar Sandesh