Charotar Sandesh
ગુજરાત

આણંદ સહિત રાજ્યમાં ૪૮ જેટલા કોચિંગ ક્લાસોમાં GST વિભાગના દરોડા : સંચાલકોમાં ફેલાયો ફફડાટ

કોચિંગ ક્લાસોમાં GST

અમદાવાદ : સ્ટેટ જીએસટી વિભાગે રાજ્યના મોટા ૧૩ જેટલા કોચિંગ ક્લાસીસોમાં લાખોની ફી રોકડમાં ઉઘરાતા હોવાની આશંકાને લઈ દરોડા પાડી સર્ચિંગ શરૂ કરાતાં સંચાલકોમાં ફફડાટ વ્યાપી જવા પામ્યો છે.

સ્પર્ધાત્મક પરીક્ષાઓની તૈયારીઓ કરાવતા કલાસીસ અને Std 10-12 કલાસીસ પર સ્ટેટ જીએસટી વિભાગ ના દરોડા

પ્રાપ્ત માહિતી અનુસાર, એસજીએસટીની ટીમે મંગળવારે ભાવનગર, ગોધરા, સુરેન્દ્રનગર, આણંદ, ગાંધીનગર, અ મદાવાદ, મહેસાણા, રાજકોટ, હિંમતનગર, સુરત, જામનગર-જૂનાગઢમાં ૧૩ એકમ દ્વારા શરૂ કુલ ૪૮ કોચિંગ ક્લાસોમાં દરોડા પાડ્યા હતા. કેટલાક ક્લાસીસો જીએસટીના ચોપડે રજીસ્ટર્ડ છે, તો કેટલાકે તો જીએસટી નંબર લીધેલ જ નથી, અને આવક કરતાં ઓછો ટેક્સ ભર્યો હોવાથી હવે ભરાયા છે.

૧૩ જેટલા કોચિંગ સેન્ટરોના ૪૮ ક્લાસીસોમાં દરોડા પાડી સર્ચ ઓપરેશન હાથ ધરાયું છે

જીએસટીના દરોડામાં જેમાં (૧) ગાંધીનગર, આણંદ, અમદાવાદ, ભાવનગર, મહેસાણા, હિંમતનગર, સુરેન્દ્રનગર, રાજકોટન વર્લ્ડ ઈનબોક્સ, નોલેજ શેરીંગના ૧ર સ્થળો (ર) ગાંધીનગર-ભાવનગરના સ્વામી વિવેકાનંદ એકેડેમીના પ સ્થળો (૩) ગાંધીનગરના કિશોર ઈન્સ્ટીટ્યુટના ૪ સ્થળો, (૪) સુરત-નવસારીના યુવા ઉપનિષદ ફાઉન્ડેશનના પ સ્થળો (પ) સુરતમાં પાનવાલા ક્લાસીસના ૧, જરીવાલા ક્લાસીસના ૩ સ્થળો (પ) ગાંધીનગર-અમદાવાદ-ભાવનગર-જામનગરના વેબસંકુલ પ્રાઈવેટ લી.ના કુલ ૬ સ્થળો સહિત અન્ય ૧૩ જેટલા કોચિંગ સેન્ટરોના ૪૮ ક્લાસીસોમાં દરોડા પાડી સર્ચ ઓપરેશન હાથ ધરાયું છે.

Other News : ચેક રીટર્નના કેસમાં આણંદના શખ્સને ૧ વર્ષની કેદની સજા, જુઓ વિગત

Related posts

UKના વડાપ્રધાન બોરિસ જોન્સને અમદાવાદમાં વિશ્વ પ્રસિદ્ધ ઐતિહાસિક ગાંધી આશ્રમની મુલાકાત લીધી

Charotar Sandesh

ભાજપે મતદારોને ડરાવ્યા અને પોલીસે શાસક પક્ષના એજન્ટની જેમ કામ કર્યુ : અમિત ચાવડાના પ્રહાર

Charotar Sandesh

શંકરસિંહના કોંગ્રેસમાં સામેલ થવાનો નિર્ણય હાઇકમાન્ડ કરશે : સિબ્બલ

Charotar Sandesh