૩ વર્ષમાં રર ગામમાં સમાજના લોકોને નશામુક્તિ અંગે સમજાવાયા હતા
આજની કેટલીક યુવા પેઢી નશાના રવાડે ચઢી પોતાનું ભવિષ્ય બરબાદ કરતા હોય છે ત્યારે ઘણા સમાજના અગ્રણી નશામુક્તિ અભિયાન હાથ ધરતા હોય છે અને યુવાનોને માર્ગદર્શન આપતા હોય છે. ત્યારે સામાજિક પ્રવૃત્તિઓ માટે સમાજ સુધારણાનો કાર્યક્રમ પણ પાટીદાર સમાજ ચલાવે છે.
બાવીસ ગામ ચરોતર લેઉઆ પાટીદાર સમાજ પણ હાલ તમાકુ અને દારૂ જેવાં વ્યસનમાં સપડાયેલા યુવાનોને સાચી દિશામાં દોરવા નશામુક્તિ અભિયાન શરૂ છે, જેમાં ૩ વર્ષમાં સમાજના અગ્રણી હિતેશ પટેલે વડોદરા અને તેની આસપાસ જિલ્લાનાં ૨૨ ગામોમાં પહોંચી ૨૫૦૦ જેટલા યુવાનોને નશો ન કરવા માટે માર્ગદર્શન આપેલ, જેમાંથી ૧૫૦૦ જેટલા યુવકો નશાનો ત્યાગ કરીને સામાજિક પ્રવૃત્તિઓમાં જોડાયા છે.
આ બાબતે હિતેશ પટેલે જણાવેલ કે, ૨૦૧૯થી મેં સમાજના યુવાનોને નશામાંથી છોડાવવા અભિયાન શરૂ કર્યું હતું. શરૂઆતમાં અભિયાનમાં લોકોને જોડવામાં ઘણી તકલીફ પડેલ, જોકે તેનો પણ ઉપાય શોધી કાઢેલ હતો. પાટીદારોમાં યુવાનોને લગ્ન માટે સારું પાત્ર મળી રહે તે માટે V Patidar App બનાવી છે.
જેમાં મધ્ય-ઉત્તર-દક્ષિણ ગુજરાતના પાટીદારોને જોડ્યા છે, અમે આ Applicationથી જ નશામુક્તિ અભિયાનની શરૂઆત કરેલ છે, પ્રથમ ૨૨ ગામોમાં પહોંચી એપ વિશે સમજાવતાં, ત્યારબાદ લોકોને નશામુક્તિ અભિયાન વિશે પણ સમજાવવા લાગ્યા હતા અને સફળ રહ્યા છીએ.
આ સાથે નશામુક્તિ અભિયાનનો ફાયદો તે થયો કે ૨૫૦૦માંથી જે ૧૫૦૦ યુવકોએ નશો છોડ્યો તેઓ સામાજિક પ્રવૃત્તિઓમાં જોડાયા છે. જેમાં તેઓ સમૂહ લગ્ન, સંમેલન, બ્લડ ડોનેશન કેમ્પ વગેરે પ્રવૃત્તિઓ કરવા લાગ્યા છે અને સમાજમાં ઉદાહરણરૂપ પણ બન્યા છે.
વધુમાં હિતેશ પટેલે માહિતી આપતા જણાવેલ કે, જે યુવકોએ નશાનો ત્યાગ કર્યો તેવા ૧૫૦૦ યુવકો દ્વારા પ્રથમ વખત પેટલાદ તાલુકાના આમોદ ગામે ૨૯ જાન્યુઆરીના રોજ સમૂહ લગ્નનું આયોજન કરાયું છે.
Other News : ગાંધીનગરમાં ચુંટણીની ગરમી : જૂના સચિવાલયમાં આગ લાગી, અનેક દસ્તાવેજો-ફાઈલો આગમાં સ્વાહા, જુઓ વિડીયો