ન્યુ દિલ્હી : દેશમાં કોરોનાને નાબૂદ કરવા ભારતને અનોખી સિદ્ધિ મળી છે. જેમાં ભારતે વેકસીનના ૧૦૦ કરોડ ડોઝનો લક્ષ્યાંક પાર પાડીને ચીન પછી આ સિદ્ધિ મેળવનાર પ્રથમ દેશ બની ગયા છે અને દેશભરમાં તેની ઉજવણી શરુ થઈ છે. તા.૧૬ જાન્યુ. ૨૦૨૧ થી દેશમાં કોરોના સામે વેકસીનેશન શરુ થયું હતું અને આજે તા.૨૧ ઓકટોબરના ૧૦૦ કરોડ ડોઝ આપી દેવાયા છે. આમ કોરોનાની મહામારી જેણે વિશ્વને છેલ્લા બે વર્ષથી બાનમાં રાખીને લાખો જીંદગીનો ભોગ લીધો છે તથા કરોડો લોકોને સંક્રમીત કરીને આરોગ્ય, આર્થિક, સામાજીક અને વ્યક્તિગત જીવનમાં જે મોટો પ્રભાવ છોડયો છે તેની સામેના માનવ જંગમાં ભારતે આ મહત્વપૂર્ણ પડાવ હાંસલ કર્યા છે.
પીએમ મોદીએ ટ્વીટ કરીને શુભેચ્છા પાઠવી
દેશમાં કોવિડ ૧૯ રસીકરણનો આંકડો ૧૦૦ કરોડ પાર પહોંચવા પર પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ શુભેચ્છા પાઠવી. તેમણે ટ્વીટ કરીને કહ્યું કે આપણા ડોક્ટરો, નર્સો અને તમામ તે લોકોનો આભાર જેમણે આ ઉપલબ્ધિ મેળવવા માટે કામ કર્યું.
Other News : મોદી પેટ્રોલની કિંમત અને ચીન પર બોલતા ડરે છે : અસદુદ્દીન ઓવૈસી