ગાંધીનગર : વડાપ્રધાન નરેન્દ્ર મોદીના જન્મદિવસ નિમિતે ભારતીય જનતા પાર્ટી દ્વારા આજે ઘણાં કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે. લોકોને કોવિડ પ્રોટોકોલ અંતર્ગત કાર્યક્રમની ઉજવણી કરવાની અપીલ કરવામાં આવી છે.
આ સિવાય આજે વેક્સિનેશન અભિયાન ક્ષેત્રે પણ મોટી સફળતા મળવાની શક્યતા છે. કારણકે આજે વિવિધ ક્ષેત્રના નેતાઓ અને સેન્ટર્સે મોટા ટાર્ગેટ નક્કી કર્યા છે. બીજેપી દ્વારા પણ પોતાની રીતે વેક્સિનેશન કેમ્પ શરૂ કરવામાં આવ્યા છે.વડાપ્રધાન નરેન્દ્ર મોદીના જન્મદિસે દેશમાં વેક્સિનેશનનું મહાઅભિયાન ચલાવવામાં આવી રહ્યું છે. પીએમ મોદી આજે ૭૧ વર્ષના થયા છે. શુક્રવારે ભારતીય જનતા પાર્ટીએ દેશના વિવિધ વિસ્તારોમાં સ્પેશિયલ વેક્સિનેશન અભિયાન શરૂ કર્યું છે. શુક્રવારે ભારતે વેક્સિનેશનના બધા રેકોર્ડ તોડી દીધા છે.
બપોરે સાડા ત્રણ વાગ્યા સુધીમાં દોઢ કરોડથી વધારે વેક્સિનના ડોઝ આપવામાં આવ્યા છે
આ પહેલાં એક દિવસમાં ૧.૩૩ કરોડ ડોઝ આપવાનો રેકોર્ડ હતો. શુક્રવારે બપોરે ૧.૪૦ સુધીમાં એક કરોડ સુધી વેક્સિન આપી દેવામાં આવી હતી. જ્યારે ૧.૫૦ કરોડ ડોઝ સુધી પહોંચવામાં માત્ર ૧૦૦ મિનિટનો સમય થયો હતો. ૩.૨૦એ આ આંકડો ક્રોસ કરી દેવામાં આવ્યો હતો.
માનવામાં આવે છે કે, શુક્રવારે અંદાજે દોઢ કરોડ ડોઝનો રેકોર્ડ બનાવવામાં આવી ગયો છેે. ૫ વાગ્યા દરમિયાન ૨ કરોડ લોકો એ વેક્સિનેશન લઈ લીધાની માહિતી કેન્દ્ર સરકાર દ્વારા જાહેર કરેલ કોવિન વેબસાઈડ પરથી મળી હતી. આવી આશા એટલા માટે છે કારણકે દેશમાં અંદાજે એક લાખ સાઈટ પર વેક્સિનેશન કાર્યક્રમ શરૂ કરવામાં આવ્યા છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો આ જન્મ દિવસ એટલા માટે પણ ખાસ છે કારણકે આ જ વર્ષે તેમને સક્રિય રાજકારણમાં આવે ૨૦ વર્ષ પૂરા થાય છે. ૭ ઓક્ટોબર ૨૦૦૧ના રોજ તેઓ ગુજરાતના મુખ્યમંત્રી બન્યા હતા. અને ત્યારથી અત્યાર સુધી તેઓ મુખ્યમંત્રી અને વડાપ્રધાનના પદ પર રહ્યા છે.
Other News : ધારાસભ્ય શૈલેષ સોટ્ટા દ્વારા ડભોઈ નગરના નાગરિકો માટે એમ્બ્યુલન્સ અર્પણ કરાઈ