Charotar Sandesh
ઈન્ડિયા

AIMIM નેતા ઓવૈસી પર હુમલા મામલે અમિત શાહે કહ્યું : સુરક્ષા લઈ લો, અમારી ચિંતા ઓછી કરો

નેતા અસદુદ્દીન ઓવૈસી

AIMIM નેતા અસદુદ્દીન ઓવૈસીના કાફલા પર થયેલા હુમલા પર પોતાની પ્રતિક્રિયા આપી

નવીદિલ્હી : AIMIM નેતા અસરૂદ્દીન ઓવૈસી પર હુમલા મામલે બોલતા શાહે કહ્યું કે, ૩ ફેબ્રુઆરી, ૨૦૨૨ના રોજ સાંજે ૫.૩૦ વાગ્યે સાંસદ જનસંપર્ક કરીને પરત ફરી રહ્યા હતા. ત્યારબાદ ૨ અજાણ્યા શખ્સોએ તેમની કાર પર ફાયરિંગ કર્યું હતું. આ ઘટના ત્રણ સાક્ષીઓએ જોઈ હતી. આ ઘટના અંગે પીલખુવામાં એફઆઈઆર નોંધવામાં આવી છે. તેની ચર્ચા થઈ રહી છે.

Amit શાહે જણાવ્યું હતું કે આ મામલે ત્વરિત કાર્યવાહી કરીને, બે આરોપીઓની ધરપકડ કરવામાં આવી હતી, તેમની પાસેથી બે અનધિકૃત પિસ્તોલ અને એક અલ્ટો કાર મળી આવી હતી. ફોરેન્સિક ટીમ કાર અને ક્રાઈમ સીનની ઝીણવટભરી તપાસ કરી રહી છે અને પુરાવા એકત્ર કરી રહી છે.

Amit શાહે વધુમાં કહ્યું હતું કેઓવૈસીનો હાપુડમાં કોઈ કાર્યક્રમ નહોતો અને ન તો પ્રશાસનને તેની જાણ હતી. ઓવૈસી સલામત રીતે દિલ્હી પહોંચી ગયા. હાલ બંને આરોપીઓની પૂછપરછ ચાલી રહી છે. ઓવૈસીને સુરક્ષા આપવાનું કહેવામાં આવ્યું હતું. થ્રેટ એસેસ્ડ ઢ કેટેગરીની સુરક્ષા આપવામાં આવી છે. પરંતુ મૌખિક રીતે તેમણે રક્ષણ લેવાનો ઇનકાર કર્યો હતો.

અસદુદ્દીન ઓવૈસી જ્યારે મેરઠથી જનસભા કરીને પરત ફરી રહ્યા હતા ત્યારે હાપુડ ટોલ પ્લાઝા પર તેમની કાર પર હુમલો કરવામાં આવ્યો હતો. જેમાં ૩-૪ ગોળીઓ ચલાવવામાં આવી હતી, જેના નિશાન ઓવૈસીએ પોતે ટ્‌વીટ કરીને બતાવ્યા હતા. હુમલાના સીસીટીવી ફૂટેજ પણ સામે આવ્યા હતા.

બાદમાં પીલખુવા પોલીસે બે આરોપીઓની ધરપકડ કરી હતી. કાર પર ફાયરિંગની ઘટના બાદ કેન્દ્ર સરકારે અસદુદ્દીન ઓવૈસીને ઝેડ કેટેગરીની સુરક્ષા આપવાની વાત કરી હતી, પરંતુ ઓવૈસીએ સુરક્ષા લેવાની ના પાડી દીધી હતી. જો કે, AIMIM નેતા અસદુદ્દીન ઓવૈસીએ ગૃહમંત્રી અમિત શાહને પત્ર લખવાની વાત કરી હતી. તેમણે કહ્યું હતું કે પત્રમાં તે પોતાના ખર્ચે બુલેટ પ્રુફ વાહનની માંગ કરશે. ઓવૈસી પાસે હથિયાર રાખવાનું લાયસન્સ છે અને તે લાયસન્સના આધારે ગ્લોક હથિયાર રાખવાની પણ પરવાનગી માંગશે.

Other News : ઓસ્ટ્રેલિયા ૨૧ ફેબ્રુઆરીથી પ્રવાસીઓ માટે નિયતંણો હટાવી ફરી સરહદો ખોલશે

Related posts

જાહેર સંપત્તિને નુકશાન કરનારાઓએ ભાવિ પેઢીને નુકશાન પહોંચાડ્યું છે : વડાપ્રધાન મોદી

Charotar Sandesh

ટૂંક સમયમાં ભારત કોવિડ-૧૯ માટે ત્રણ વૅક્સિન જાહેર કરશે : પીએમ મોદી

Charotar Sandesh

કોરોના અનસ્ટોપેબલ : ૨૪ કલાકમાં રેકોર્ડબ્રેક ૩૫ હજાર કેસ, ૬૮૦ના મોત

Charotar Sandesh