Charotar Sandesh
ઈન્ડિયા

દેશમાં નિયંત્રણોમાં છૂટછાટ ભારે પડી : કોરોનાના ઍક્ટિવ કેસ ૪ લાખને પાર

કોરોનાના
છેલ્લા ૨૪ કલાકમાં ૪૪ હજારથી વધુ પોઝિટિવ કેસ, ૫૫૫ના મોત
કર્ણાટક, તમિલનાડુ, કેરળ, મહારાષ્ટ્ર જેવા રાજ્યોમાં કોરોનાના વધતા કેસે ચિંતા વધારી, કેરળમાં સતત ત્રીજા દિવસે ૨૨ હજારથી વધારે પોઝિટિવ કેસ
દેશમાં કુલ વેક્સિનેશનનો આંકડો ૪૫,૬૦,૩૩,૭૫૪ પર પહોંચ્યો

ન્યુ દિલ્હી : ભારતમાં કોરોનાના નવા કેસની સંખ્યામાં પાછલા કેટલાક દિવસોથી નવા કેસમાં વધારો થઈ રહ્યો છે. કોરોનાના નવા કેસની સંખ્યામાં વધારો થવાની સાથે સાજા થનારા દર્દીઓની સંખ્યા ઘટતા એક્ટિવ કેસમાં પણ વધારો થઈ રહ્યો છે. જે એક્ટિવ કેસ ૩ લાખની અંદર આવી ગયા હતા તે ફરી ૪ લાખને પાર કરી ગયા છે. આ સાથે પાછલા કેટલાક દિવસથી નવા કેસની સંખ્યા ૪૦ હજારને પણ પાર જઈ રહી છે.

કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલય દ્વારા જાહેર કરવામાં આવેલા આંકડા પ્રમાણે ભારતમાં ભારતમાં ૨૪ કલાકમાં કોરોનાના નવા ૪૪,૨૩૦ કેસ નોંધાયા છે, જ્યારે મૃત્યુઆંક ફરી ૬૦૦ની અંદર આવી ગયો છે. દેશમાં વધુ ૪૨,૩૬૦ દર્દીઓ સાજા થતા કુલ સાજા થયેલા દર્દીઓની સંખ્યા વધીને ૩,૦૭,૪૩,૯૭૨ પર પહોંચી ગઈ છે, જ્યારે કુલ સંક્રમણનો આંકડો ૩,૧૫,૭૨,૩૪૪ પર પહોંચ્યો છે. વધુ ૫૫૫ દર્દીઓના મોત સાથે કુલ મૃત્યુઆંક ૪,૨૩,૨૧૭ થઈ ગયો છે.

કોરોના વાયરસના સાજા થયેલા દર્દીઓની સરખામણીમાં નવા કેસની સંખ્યામાં વધારો થતા એક્ટિવ કેસ ફરી ૪ લાખનો આંકડો પાર કરીને ૪,૦૫,૧૫૫ પર પહોંચ્યો છે. દેશમાં ૧૬ જાન્યુઆરીએ શરુ કરાયેલા રસી અભિયાન પછી ગઈકાલ સુધીમાં કુલ વેક્સીનેશનનો આંકડો ૪૫,૬૦,૩૩,૭૫૪ પર પહોંચ્યો છે.

આઇસીએમઆર મુજબ ભારતમાં કોરોનાની તપાસ માટે ૨૯ જુલાઈ સુધીમાં કુલ ૪૬,૪૬,૫૦,૭૨૩ સેમ્પલ લેવામાં આવ્યા છે. જેમાંથી ગઈકાલે વધુ ૧૮,૧૬,૨૭૭ સેમ્પલ લેવામાં આવ્યા હતા.

ગઈકાલે કર્ણાટકમાં (૨,૦૫૨)માં ૧૯ દિવસ બાદ રોજના સંક્રમિતો આંકડો બે હજારની પાર પહોંચ્યો. આ પહેલા અહીં ૧૦ જુલાઈના ૨,૧૬૨ નવા કેસ આવ્યા હતા. તમિલનાડુમાં પણ છેલ્લા એક અઠવાડિયામાં સૌથી વધારે ૧,૮૫૯ કેસ સામે આવ્યા. આ પહેલા ૨૨ જુલાઈના અહીં ૧,૮૭૨ કેસ સામે આવ્યા હતા. મહારાષ્ટ્રની વાત કરીએ તો છેલ્લા એક દિવસમાં કોરોના સંક્રમણના ૭,૨૪૨ નવા કેસ સામે આવ્યા અને ૧૯૦ દર્દીઓના મોત થયા. રાજ્યમાં અત્યારે ૭૮,૫૬૨ દર્દીઓનો ઉપચાર ચાલી રહ્યો છે.

Other News : પાંચથી વધારે બાળકો પેદા કરનાર ખ્રિસ્તી પરિવારોને દર મહિને સહાય અપાશે : કેરળમાં એક અલગ પ્રકારનો કિસ્સો

Related posts

કોઇપણ સ્થિતિમાં ભારતના સ્વાભિમાન પર ઠેસ પહોંચશે નહી : રક્ષામંત્રી

Charotar Sandesh

મહારાષ્ટ્ર સરકાર મુસ્લિમોને શિક્ષણમાં ૫% અનામત આપશે…

Charotar Sandesh

રાહુલ ગાંધીએ આર્થિક સંકટ, બેરોજગારીના મુદ્દા ઉઠાવ્યા તે ઉચિત છે : પાયલટ

Charotar Sandesh