આણંદ : રાજ્યમાં કાળઝાળ ગરમીથી નગરજનો હેરાન-પરેશાન થયા છે, ત્યારે પોતાની જાતને ઠંડી રાખવા માટે ઠંડા સ્થળો વોટર પાર્ક, એમ્યુજમેન્ટ પાર્કની મુલાકાતે લેતા હોય છે, બીજી તરફ પાલતુ પ્રાણીઓ માટે આવી સવલતો બહુ જ મર્યાદિત છે.
આવા સમયમાં રખડતા જીવોની સારવાર અને સેવા કરતી સંસ્થા RRSA INDIA દ્વારા પાલતુ પ્રાણીઓ માટે પૂલ પાર્ટી નું આયોજન કરવામાં આવેલ હતું
જેમાં ઘણી મોટી સંખ્યામાં લોકોએ પોતાના પાલતુ કૂતરા સાથે ભાગ લીધો હતો, અલગ અલગ નસ્લના કૂતરા જેવા કે જર્મન શેફર્ડ, ગોલ્ડન રીત્રીવર, લેબ્રાડોર રીત્રીવર, બિગલ તેમજ રોટવિલર જેવી બ્રીડ ના કૂતરાઓ આ પ્રસંગે જોવા મળેલ હતા.
પાલતુ પ્રાણીઓ માટેના આવી ઇવેન્ટમાં એક પ્રાણીના માલિક બીજા પ્રાણીના માલિક ને મળીને જેતે કૂતરાના સ્વભાવ વિશે, ખોરાક વિશે, રહેણીકરણી વિશે ની માહિતી આપલે કરી શકે છે, બીજા પક્ષે એક કૂતરો બીજા અસંખ્ય કૂતરાંને મળીને કેટલેક અંશે સામાજિક થઈ શકે છે જે ઘણું જરૂરી છે.
આ પ્રસંગે સંસ્થાના સ્થાપક ભાવેશભાઇ સાથે વાત કરતા તેમણે જણાવેલ છે કે સંસ્થા નો પ્રયત્ન છે કે પાલતુ પ્રાણીઓ ના માલિકો અને પાલતુ પ્રાણીઓ એકબીજાને મળે,અને આ માટે દર ઉનાળામાં આં રીતની પૂલ પાર્ટી આયોજિત કરવામાં આવનાર છે.
Other News : વાલીઓ માટે ચેતવણીરૂપ કિસ્સો : ૭ વર્ષનું બાળક ૧૪ ચુંબકીય મણકા ગળી ગયું, સર્જરી કરાઈ જુઓ વિગત