આણંદ : જીઆઇડીસી ખાતે આ કુતરું ઘણા સમય થી ફરી રહેલ હતું,જેને પાછળ ના ભાગ પર બહુ જ વિશાળ ટ્યૂમર થયેલ હતું. રેસ્ક્યું ટીમ ને જાણ થતાં RRSA ફાઉન્ડેશન દ્વારા જેતે જગ્યા પર જઈને આ ડોગ ને એનિમલ એમ્બ્યુલન્સ મારફત જોળ ખાતે આવેલ આશિયાના ફોર એનિમલ ખાતે લાવેલ હતા.
મૂંગા જીવની વહારે આવી ને આ ટીમ જીવદયાનું ઉત્કૃષ્ઠ ઉદાહરણ પૂરું પાડયું છે…
અત્રે ટ્યૂમર મોટું હોય સર્જરી કરીને તેને કાઢવું પડે એવું હતુ, જેને અંતર્ગત મેડિકલ ટીમ એવી ડો.નિલોફર દેસાઈ, જીલ રબારી, અર્પિત ભુનાતર, દિનેશ પરમાર, સુનીલ પરમાર, વૃશ્ચિક પટેલ અને જિગીષા મહીડા ના સહયોગ થકી 4 કલાક ની જહેમત થકી 3 કિલોની ગાંઠ કાઢવામાં આવી.
આ કુતરું RRSA ફાઉંડેસન ખાતે ના જોળ ગામ ખાતે આવેલ આશિયાના ફોર એનિમલ હોસ્પિટલ ખાતે હાલ માં પોસ્ટ ઓપરેશન કેર લઈ રહેલ છે. મૂંગા જીવની વહારે આવી ને આ ટીમ જીવદયાનું ઉત્કૃષ્ઠ ઉદાહરણ પૂરું પાડયું છે.