Charotar Sandesh
વર્લ્ડ

રશિયા-યુક્રેનના યુદ્ધ વચ્ચે બેલારૂસની સરહદ પર વાતચીત : ૩ કલાક ચાલેલી બેઠકનું જાણો શું આવ્યું પરિણામ

યુક્રેનના રાષ્ટ્રપતિ

આગામી સમય ઘણો મહત્વનો રહેશે : યુક્રેન રાષ્ટ્રપતિ

3 કલાક ચાલેલી બેઠકનું કોઈ પરિણામ ન આવ્યું; પુતિને ડિફેન્સ મિનિસ્ટર પાસે એટમી હુમલાની તૈયારીઓની જાણકારી લીધી

યુક્રેને દાવો કર્યો છે કે આ યુદ્ધમાં અત્યારસુધીમાં લગભગ 5,300 રશિયન સૈનિક માર્યા ગયા છે

યુક્રેન : રશિયા-યુક્રેન વચ્ચે ચાલી રહેલા યુદ્ધને પાંચમાં દિવસે પણ યુદ્ધ ચાલુ જ છે, ત્યારે યુદ્ધને લઈને યુક્રેને દાવો કર્યો છે કે તેણે લગભગ ૧૫૦ ટેન્ક, ૭૦૦ સૈન્ય વાહનો, ૬૦ ઈંધણ ટેન્ક, ૨૬ હેલિકોપ્ટર ઉપરાંત ૪,૫૦૦ સૈનિકોને માર્યા ગયા છે, જેનાથી રશિયાને મોટું નુકસાન થયું છે.

યુક્રેનના રાષ્ટ્રપતિ વોલોડીમિર ઝેલેન્સકી એ કહ્યું કે યુદ્ધની વચ્ચે બંને દેશો બેલારુસ બોર્ડર પર કોઈપણ શરત વિના વાતચીત કરવા સંમત થયા છે. રાજધાની કિવના મેયરે કહ્યું કે યુક્રેનમાં ૧૪ બાળકો સહિત ૩૫૨ નાગરિકોના મોત થયા છે અને ૧૧૬ બાળકો સહિત ૧,૬૮૪ લોકો ઘાયલ થયા છે. રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિને રશિયન ન્યુક્લિયર ડિટરન્સ ફોર્સને એલર્ટ રહેવાનો આદેશ આપ્યો છે.

યુદ્ધ સમાપ્ત કરવા માટે બંને દેશોએ બેલારુસ-યુક્રેન બોર્ડર પર 3 કલાક વાતચીત કરી.

જોકે, મીડિયા રિપોર્ટ્સમાં બેઠકમાં કોઈ પરિણામ ન આવ્યું તે જાણવા મળી રહ્યું છે. રશિયન મીડિયા અનુસાર બંને દેશ ટૂંક સમયમાં ફરી વાતચીત કરી શકે છે. રશિયન મીડિયાએ દાવો કર્યો છે કે તેમના દેશે યુક્રેન પર હુમલો કરવા માટે પરમાણુ યુદ્ધાભ્યાસ શરુ કર્યો છે. તેને લઇને રશિયન રક્ષા મંત્રી જનરલ સર્ગેઈ શોઈગુએ પોતાના રાષ્ટ્રપતિ વ્લાદિમિર પુતિનને જાણકારી પણ આપી છે.

યુક્રેન પર હુમલા પહેલા જ પોતાના ભાષણમાં વ્લાદિમીર પુતિને દુનિયાના તમામ દેશોને ધમકી આપી હતી કે જો તેઓ હસ્તક્ષેપ કરવાનો પ્રયાસ કરશે તો તેમની પાસે હથિયાર પણ છે. પુતિનના ઈરાદાઓથી સ્પષ્ટ છે કે યુક્રેનમાં ચાલી રહેલ યુદ્ધ પરમાણુ યુદ્ધમાં ફેરવાઈ શકે છે. છેલ્લા ઘણા દાયકાઓમાં વિશ્વના ઇતિહાસમાં આવું બન્યું નથી, જ્યારે કોઈ દેશે ખુલ્લેઆમ પરમાણુ હુમલાની ધમકી આપી હોય. છેલ્લા કેટલાક દિવસોમાં યુક્રેન યુદ્ધને લઈને વિશ્વભરના દેશો દ્વારા પ્રતિબંધો લાદવામાં આવ્યા બાદ રશિયન રાષ્ટ્રપતિની આ ટિપ્પણી સામે આવી છે.

Other News : માંડવી તાલુકાના નાના ગામની પુત્રવધુ ન્યુજર્સીમાં પ્રથમ ભારતીય જજ બની

Related posts

વિશ્વને કોરોના આપવા માટે ચીને સંપૂર્ણ જવાબદારી લેવી જોઇએ : અમેરિકી રાષ્ટ્રપતિ ટ્રમ્પ

Charotar Sandesh

કોરોના વિરુદ્ધ લડાઇ માટે ગરીબ દેશોને ૬૫૦ અબજ ડોલર આપશે આઇએમએફ

Charotar Sandesh

કેલીફોર્નિયાની અર્વાઈન શ્રીનાથજી હવેલી ખાતે તુલશી વિવાહ યોજાયો…

Charotar Sandesh