રશિયા : યુક્રેન અને રશિયા વચ્ચે યુદ્ધ ચાલી રહેલ છે, ત્યારે રશિયાના રાષ્ટ્રપતિ પુતિનની સુરક્ષા વધારવામાં આવેલ છે, અહીં પુતિનની સુરક્ષાની વાત એટલા માટે થઈ રહી છે કારણ કે યુક્રેન પર હુમલાનો આદેશ આપ્યા બાદ પુતિનની નિંદા થઈ રહી છે. કેટલાક લોકોએ તેના નામે સોપારી પણ આપી છે. US રિપબ્લિકન સાંસદ લિન્ડસે ગ્રેહામે પુતિનની નિંદા કરી હતી.
શું રશિયન સેનામાં બ્રુટસ કે કર્નલ સ્ટફનબર્ગ જેવું કોઈ છે? કારણ કે પુતિનને રોકવા માટે આનાથી સારો કોઈ રસ્તો નથી. બ્રુટસ એ માણસ હતો જેણે રોમન જનરલ જુલિયસ સીઝરની હત્યા કરી હતી.જ્યારે કર્નલ સ્ટફનબર્ગ જર્મન આર્મી ઓફિસર હતા જેમણે હિટલરની હત્યા કરવાનો પ્રયાસ કર્યો હતો. આવી સ્થિતિમાં ગ્રેહામે સીધી રીતે પુતિનની હત્યા માટે તેના સૈનિકોને જણાવ્યુ.
પુતિન ભૂતપૂર્વ કેજીબી એજન્ટ છે અને તેની સુરક્ષા અને સ્વાસ્થ્ય પ્રત્યે ખૂબ કાળજી રાખે છે, તેની સુરક્ષા હંમેશા કડક હોય છે
કોરોનાથી બચવા માટે તેણે સલાહકારથી ૨૦ ફૂટનું અંતર બનાવ્યું હતું. ૨૦૨૦ માં જ્યારે તે મોસ્કોની એક હોસ્પિટલમાં કોરોના દર્દીઓને જોવા ગયા ત્યારે તેણે ખાસ સૂટ પહેર્યો હતુ.પુતિનના અંગરક્ષકોને “મસ્કેટીયર્સ” કહેવામાં આવે છે. જેમાં રશિયાના ફેડરલ સિક્યુરિટી ફોર્સ અથવા હ્લર્જીં ના લોકોનો સમાવેશ થાય છે. તેમની પાસે વોરંટ વિના અન્ય સરકારી એજન્સીઓને દેખરેખ, ધરપકડ અને ઓર્ડર જાહેર કરવાની સત્તા છે.
‘બિયોન્ડ રશિયા’ નામની વેબસાઈટ અનુસાર, પુતિનના બોડીગાર્ડ્સને અનેક ટેસ્ટ પાસ કરવા પડે છે. જેમાં ઓપરેશનલ સાયકોલોજી, ફિઝિકલ સ્ટેમિના, ઠંડી સહન કરવાની ક્ષમતા અને ગરમીમાં પરસેવો ન આવવાનો સમાવેશ થાય છે. આ બોડીગાર્ડ હંમેશા બુલેટપ્રુફ જેકેટ પહેરે છે. તેની પાસે બુલેટપ્રૂફ બ્રીફકેસ અને રશિયન બનાવટની 9mm SR-1 વેક્ટર પિસ્તોલ પણ હોય છે.
પુતિન હંમેશા કાફલા સાથે ચાલે છે. જેમાં AK-47, એન્ટી ટેન્ક ગ્રેનેડ લોન્ચર્સ અને પોર્ટેબલ એન્ટી એરક્રાફ્ટ મિસાઈલનો સમાવેશ થાય છે.
Other News : રશિયા અને યુક્રેન વચ્ચે હવે ત્રીજા રાઉન્ડની વાતચીત થશે : શું યુદ્ધનો અંત આવશે ખરો ?