Charotar Sandesh
ગુજરાત

સોમવારથી સ્કુલો ફરી શરૂ : ધોરણ ૧ થી ૯ના વર્ગોનું શિક્ષણ ઓફલાઈન શરૂ કરવા જાહેરાત

અમદાવાદ : કોરોનાના કેસો અંકુશમાં આવતાં રાજ્યના શિક્ષણમંત્રી જીતુ વાઘાણીએ ટવીટ કરીને આ માહિતી આપી હતી. તેમની સૂચના પ્રમાણે રાજ્યમાં કોરોનાના કેસો ઓછા થતાં વિદ્યાર્થીના અભ્યાસના હિતોને ધ્યાને લઈ આ નિર્ણય લેવાયો છે.

રાજ્ય સરકારે ૭ ફેબ્રુઆરી એટલે કે સોમવારથી સ્કૂલોમાં ધોરણ ૧થી ૯ સુધીનું ઓફલાઈન શિક્ષણ ફરી શરૂ કરવાની જાહેરાત કરી છે.

૭મીથી જૂની ગાઈડલાઇન્સ પ્રમાણે ધોરણ ૧થી ૯નું ઓનલાઇન અને ઓફલાઇન શિક્ષણકાર્ય વાલીઓની સંમતિ સાથે શરૂ કરાશે

શિક્ષણમંત્રી જીતુ વાઘાણીએ અગાઉ કોરોનાના કેસ વધતાં ૫ ફેબ્રુઆરી સુધી ઓફલાઈન શિક્ષણ બંધ રાખવાની જાહેરાત કરી હતી.
ઓફલાઈન શિક્ષણ માટે સ્કૂલે આવતા તમામ બાળકોના વાલીઓની લેખિતમાં સંમતિ લેવાશે. સંમતિ આપશે તે વાલીના પાલ્યોને જ સ્કૂલમાં ઓફલાઈન શિક્ષણમાં પ્રવેશ અપાશે. જ્યારે બાકીના વિદ્યાર્થીઓ માટે ઓનલાઈન શિક્ષણ ચાલુ રહેશે.

Other News : શિક્ષણ પર મોટો ભાર : ગુજરાતમાં કેટલાક શાળા સંચાલકો દ્વારા વાલીઓ પર દબાણ

Related posts

કોંગ્રેસને જોરદાર ઝટકો : વિપક્ષી નેતા પરેશ ધાનાણી અમરેલી બેઠક પર હાર્યા

Charotar Sandesh

મુંબઈ-અમદાવાદ વચ્ચે તેજસ એક્સપ્રેસ સહિત ૧૫ સ્પેશિયલ ટ્રેન દોડાવાશે…

Charotar Sandesh

ધો.૧૨ની ઉત્તરવહીની ચકાસણી ભૂલ કરનાર શિક્ષકો પાસેથી ૩૦ લાખ દંડ વસૂલાયો…

Charotar Sandesh