અમદાવાદ : રાજ્યમાં છેલ્લા ચાર-પાંચ દિવસથી અવકાશી ગોળા જેવો ભેદી પદાર્થ પડી રહ્યા છે, ચરોતર વિસ્તારમાં આણંદ અને ખેડા જિલ્લામાં અવકાશી પદાર્થ પડ્યા બાદ હવે વડોદરાના પોઈચા સહિત સુરેન્દ્રનગરના સાયલા તાલુકામાં પણ એક ગોળો પડ્યો હોવાનું સામે આવ્યું હતું, રાજ્યમાં છેલ્લા ચાર દિવસથી આકાશમાંથી ગોળા પડવાનો સિલસિલો યથાવત રહ્યો છે. ત્યારે સ્થાનિક લોકોમાં પણ કુતુહલ સર્જાયુ છે. તંત્ર દ્વારા ગોળાની તપાસ માટે ઈસરોની મદદ લેવાનો પણ નિર્ણય પણ કરાયો છે.
આણંદ જિલ્લા પોલિસ અધિક્ષક અજિત રાજિયને આ બાબતે જણાવેલ કે, ત્રણ ગામોમાંથી મળેલા ગોળાઓ ઉચ્ચ ઘનતાવાળા ધાતુના એલોયથી બનેલા હોય તેમ લાગે છે, જેનો ઉપયોગ રોકેટ લોન્ચ સમયે કરાતો હોય છે
નિષ્ણાંતોનો દાવો છે કે, કાટમાળ ચીનના ઓર્બિટલ વ્હીકલના હોઈ શકે છે : આ પહેલા પણ ભારત દેશમાં આવી ઘટનાઓ બનેલ છે
આ બાબતે હાર્વર્ડ સ્મિથસોનિયન સેન્ટર ફોર એસ્ટ્રોફિઝિક્સના ખગોળશાસ્ત્રી જોનાથન મેકડોવેલે ટ્વીટ કરી જણાવેલ કે, તે ચાંગ ઝેંગ 3b સીરીયલ Y86 – ચીનના ઓર્બિટલ લોન્ચ વ્હીકલનો પુનઃપ્રવેશ ભંગાર હોઈ શકે છે.
આ અંગે વધુમાં જોનાથન મેકડોવેલે જણાવેલ કે, પ્રોબ્લેમ એ છે કે વાતાવરણીય ખેંચાણને કારણે ભ્રમણકક્ષા ઝડપથી બદલાયેલી હતી, તેથી અમારી પાસે છેલ્લી અવકાશ દળ ભ્રમણકક્ષા થોડા કલાકો જૂની હતી. જેથી અવકાશ દ્વારા તેના પોતાના સ્થાનની દ્રષ્ટિએ ભ્રમણકક્ષા પ્રક્ષેપણ કોસ્મિક હશે, તેમજ રસ્તામાં રોકેટની સ્થિતિ અનિશ્ચિત રહે છે, અને જો તે પાંચ મિનિટ મોડું થયું હોત, તો પૃથ્વી ૫ મિનિટ માટે ભ્રમણકક્ષામાં નીચે આવી ગઈ હોત, જે તે સમયના ૦.૨૫ ડિગ્રીની બરાબર છે તે મુજબ બદલાયેલી છે.
Related News : ચરોતરના વધુ એક ગામમાં ઘટના સામે આવી : રાત્રે દોઢ ફુટનો અવકાશી પદાર્થનો ટૂકડો મળ્યો