દ્વારકા : જ્યોર્તિમઠ બદ્રીનાથ તેમજ શારદા પીઠ દ્વારકાના શંકરાચાર્ય સ્વામી સ્વરુપાનંદ સરસ્વતીજીનું ૯૯ વર્ષની આયુએ નિધન નિપજ્યું છે, મધ્યપ્રદેશના નરસિંહપુર જિલ્લાના પરમહંસી ગંગા આશ્રમમાં બપોરે સાડા ૩ વાગ્યે અંતિમ શ્વાસ લીધા છે, સ્વામી શંકરાચાર્ય લાંબા સમયથી બીમાર રહેતા હતા.
અગાઉ સ્વામી શંકરાચાર્ય આઝાદીની લડાઈમાં જેલ પણ ગયા હતા, તેમને રામ મંદિર નિર્માણ માટે લાંબી કાયદાકીય લડાઈ પણ લડી હતી
શારદા પીઠ દ્વારકાના શંકરાચાર્યના શિષ્ય બ્રહ્મ વિદ્યાનંદે કહેલ કે, સ્વામી સ્વરુપાનંદ સરસ્વતીને સોમવારે સાંજે ૫ વાગ્યે પરમહંસી ગંગા આશ્રમમાં સમાધિ અપાશે.
Other News : કોંગ્રેસનો ગઢ ગણાતા આણંદ જિલ્લામાં બંધના એલાનનો ભણકારો ન વાગ્યો, દુકાનો ખુલ્લી રહી