મુંબઈ : અભિનેતા સિદ્ધાર્થ મલ્હોત્રાની ‘શેરશાહ’ ફિલ્મની એક ઝલક મળી. આ ફિલ્મમાં સિદ્ધાર્થ કેપ્ટન વિક્રમ બત્રાના રોલમાં છે. ‘મિશન મજનૂ’માં તે પાકિસ્તાનમાં રહેતા રો એજન્ટનો રોલ પ્લે કરશે. આ બંને ફિલ્મમાં તેનો રોલ એક ગંભીર યુવકનો છે પણ તેની વધુ એક અપકમિંગ ફિલ્મ ‘થેન્ક ગોડ’માં અલગ જ રોલમાં દેખાશે. ફિલ્મ સાથે જોડાયેલા સૂત્રોએ જાણકારી શેર કરી છે.
સિદ્ધાર્થ ’થેન્ક ગોડ’માં એક વહેમીલા પતિના રોલમાં દેખાશે. ફિલ્મમાં રકુલ પ્રીત સિંહ તેની પત્નીના રોલમાં છે. આ ફિલ્મ કોમેડી છે.
તેમાં અમુક એક્શન રકુલ પ્રીત સિંહના ભાગે છે. ફિલ્મમાં તે ઇન્સ્પેક્ટરના રોલમાં છે. સિદ્ધાર્થ એક બિઝનેસમેનના રોલમાં છે. ધંધામાં નુકસાન થતા તે ઉદાસ રહે છે. તેની પત્ની સફળ થતા સિદ્ધાર્થને ઈર્ષા થાય છે. હકીકતમાં તેની પત્ની તેને વધુ પ્રેમ કરતી હોય છે.
ફિલ્મની એક મહત્ત્વની સીક્વન્સનું શૂટિંગ હાલ મહેબૂબ સ્ટુડિયોમાં ચાલુ છે. અહીં મેકર્સ ૧૫થી ૧૬ દિવસનું શૂટિંગ કરશે. સ્ટુડિયોમાં સ્વર્ગલોકનો એક સેટ બનાવ્યો છે. અજય દેવગન યમરાજના રોલમાં છે. તેની પાસે પૃથ્વીલોકથી લોકો આવી રહ્યા છે. અજય તેમના પાપ-પુણ્યના લેખા-જોખા લઇ રહ્યો છે. એ આધારે તેમને સ્વર્ગ અને નર્કનો નંબર આપી રહ્યો છે. આ સ્ટુડિયોમાં આની પહેલાં પણ ઘણી ફિલ્મનું શૂટિંગ થઈ ગયું છે.
ફિલ્મના પ્રથમ શેડ્યુલમાં બેંક ચોરીના સીનનું શૂટિંગ થયું હતું. રકુલ ઇન્સ્પેક્ટરના રોલમાં છે. અહીં ગોળીબારીના સીન છે, બાકી ફિલ્મમાં એક્શન સીક્વન્સ ઓછી છે. યમરાજ પણ તેનો સુપરનેચરલ પાવર નહીં દેખાડે. સિદ્ધાર્થના રોલે પણ એકવાર સ્વર્ગની મુલાકાત લેવી પડે છે.
Other News : કંગના રનૌતને ફિલ્મ ’મિમી’નું ટ્રેલર ખૂબ ગમ્યું, ક્રિતી સેનનની ફેન બની